Archive for the 'શ્યામલ સૌમિલ' Category

ચૈતર કોણે દીઠો રે લોલ

Wednesday, March 18th, 2009

ફાગણ મહિનો એટલે હોળીનો મહિનો. પહેલાં હોળીના સમયે મેળા ભરાતા અને તેવે વખતે યુવાનો એકમેકના હૈયાની પસંદગી કરતાં. એ વખતે પ્રેમના પૂરમાં તણાતાં હૈયાની અધિરાઈ કહેતું આ ગીત ઘણું કહી જાય છે. યુવાનીનો સમય ઝડપથી ચાલ્યો જાય છે. પ્રેમની મોસમ પણ આમ રાહ જોવામાં ક્યાંક જતી ન રહે. એથી કન્યા એની સખીને કહે છે કે [...]

એમ પૂછીને થાય નહીં પ્રેમ

Saturday, February 14th, 2009

આજે વેલેન્ટાઈન ડે - પ્રેમને અભિવ્યક્ત કરવાનો દિવસ છે. તો આજે આનાથી વધુ સારું ગીત બીજું ક્યું હોઈ શકે ? પ્રેમમાં પડ્યા પછીની સૌથી મોટી મૂંઝવણ પ્રેમીની આગળ પ્રેમનો એકરાર કરવાની હોય છે. દરિયાના મોજાં સનાતન કાળથી રેતીને પોતાના પ્રેમમાં નવડાવ્યા કરે છે. એણે કદી રેતીને એમ થોડું પૂછ્યું છે કે હું તને ભીંજવું કે [...]

સંગાથે સુખ શોધીએ

Thursday, January 22nd, 2009

અડધું અમેરિકા અત્યારે શીતલહરમાં સપડાયેલું છે. કુદરતે ચારે તરફ સફેદ ચાદર બિછાવી દીધી છે. એવે સમયે તન-મનને તરબતર કરી દે તેવું આ હૂંફાળું ગીત. સહજીવનના સોનેરી શમણાંઓની સળીઓને એકઠી કરી મધુર માળો રચવાની કલ્પના જ કેટલી સુંદર છે. સપનાંની રજાઈ ઓઢી માણો મધુર કંઠ અને સંગીતનો સુંદર સ્પર્શ કરાવતું આ યુગલગીત.
[આલ્બમ: હસ્તાક્ષર; સ્વર: આરતી અને [...]

એનો અલ્લાબેલી

Tuesday, January 6th, 2009

જેના ભાગ્યમાં જે લખાયેલું હોય છે તેને તે મળે છે, એમ આપણે કહેવાતું આવ્યું છે. જો નસીબમાં પ્રિતમના પ્રેમનો ધોધમાર દરિયો હોય તો એવો પ્રેમ રુમઝુમ પગલે આવીને વરસી પડે છે. પરંતુ જો હથેળીમાં ખાલી ઉની રેતી જ લખેલી હોય તો પછી ધોમધખતું રણ આવી મળે છે. એને પછી ઝંખનાઓને વહેતી રાખવાની બાકી રહે છે. [...]

કમાલ કરે છે

Monday, November 24th, 2008

પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી, પ્રેમ કોઈ ઉંમરનો મોહતાજ નથી. પ્રેમ કરવો એ યુવાનો અને યુવાનીનો ઈજારો નથી. વાળ સફેદ થયા પછી પાંગરતા મધુર પ્રેમની સોનેરી ઝલક સુરેશ દલાલની આ કૃતિમાંથી મળે છે. કદાચ જેટલો પ્રેમ લાલ ગુલાબ, ચોકલેટ કે પ્રેમપત્રોની પરિભાષામાં નહિ છલકતો હોય તેટલો વૃદ્ધાવસ્થામાં એકમેકને ગરમાગરમ નાસ્તો, મસાલા ચા કે પછી [...]