Archive for the 'ગાયક' Category

અમે ગીત ગગનનાં ગાશું

Wednesday, April 21st, 2010

(સ્વર – સાધના સરગમ, આલ્બમ – હસ્તાક્ષર) અમે ગીત ગગનનાં ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું, કલ-કલ પૂજન સુણી પૂછશો તમે, અરે છે આ શું? અમે ગીત ગગનનાં ગાશું રે.. સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી, ઠારો નવલખ તારા, હથેળી આડી રાખી રોકો, વરસંતી જલધારા, અમે સૂર સરિતમાં ન્હાશું રે.. પંખી માત્રને મુનિવ્રત આપો, ચૂપ કરી [...]

જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

Wednesday, April 7th, 2010

લીલા આસીમ રાંદેરી સાહેબની કલ્પના હતી કે હકીકત – એ તો એમના સિવાય કોઈ કહી શકે તેમ નહીં પણ એમણે લીલાના પાત્રને જે રીતે પોતાની રચનાઓમાં ઉપસાવ્યું છે તે કાબિલે તારીફ છે. તાપી તટે પાંગરેલ પ્રણયની સુંદર કલ્પનાઓથી મઢેલી એમની આ બહુપ્રસિધ્ધ નજમ માણો મનહર ઉધાસના સ્વરમાં. જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા દિવસ કે રાત [...]

સમય વીતી ચુકેલો છું

Thursday, March 25th, 2010

પીપળ પાન ખરંતા, હસતી કુંપળીયા, મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં. જનરેશન ગેપને કારણે વૃદ્ધો અને વૃદ્ધાવસ્થાની ઉપેક્ષા કે અનાદર કરનાર યુવા પેઢીને વિચારવા મજબૂર કરે એવી સુંદર ગઝલ માણીએ મનહર ઉધાસના સ્વરમાં. (આલ્બમ-અસ્મિતા) પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું, મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું. તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં [...]

યા હોમ કરીને પડો

Sunday, March 7th, 2010

હિંમત કરવાનો પ્રસંગ આવે એટલે દરેક ગુજરાતીના મોં પર એક જ પંક્તિ આવે .. યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આજકાલ ગુજરાતમાં પરીક્ષાની મોસમ છે. SSC અને HSC બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આશા અને નિરાશા વચ્ચે ઝૂલા ઝૂલતાં દેશના ભાવિ યુવાનોની મનોસ્થિતિનો વિચાર આવે છે. નબળું રિઝલ્ટ આવતાં આપઘાત કરવા તૈયાર થનારા [...]

પાંદડી વાયરાને વળગી શું કામ ?

Sunday, February 21st, 2010

પાંદડીના રૂપકથી નારીના જીવનની કહાણીની અદભુત રજુઆત. પિતાના ઘરે વાસંતી વાયરે ઝૂલતી કન્યા યુવાનીમાં પ્રવેશતા વાયરાને વળગીને પોતાની ડાળીથી ઈચ્છા કે અનિચ્છાએ વિખુટી પડી જાય છે. એની વ્યથાને ધાર આપતું વારંવાર સાંભળવું ગમે તેવું હૃદયસ્પર્શી ગીત. એટલું જ સુંદર સ્વરાંકન. (સંગીત: અમિત ઠક્કર, સ્વર : ગાર્ગી વ્હોરા, આલ્બમ – વિદેશિની) પાંદડી વાયરાને વળગી શું કામ [...]