Archive for the 'અન્ય ગાયકો' Category

હું અને તું

Wednesday, June 3rd, 2009

મિત્રો, આજે એક મધુરું ગીત જે વારંવાર સાંભળતાય ન ધરાવાય. પ્રેમની સાચી અભિવ્યક્તિ જો કોઈ હોય તો તે છે સ્વનું વિસર્જન અને ઉભયમાંથી એકનું સર્જન. બે હોવા છતાં એક થઈને વહેવું એ જ ખરું સહજીવન. એકમેકના શ્વાસમાં સુગંધ થઈને વ્યાપી રહેવું તે સહજીવન. રંગ અને પીંછી વચ્ચેનો સંવાદ, સૂર અને શબ્દનો સહવાસ એવી વિવિધ કલ્પનાઓથી [...]

બાર બાર વરસે નવાણ ગળાવ્યાં

Monday, May 18th, 2009

મિત્રો આજે એક લોકગીત. હૈયાની લાગણીઓને વાચા આપવાનું સૌથી સુંદર માધ્યમ એટલે ગીત. પહેલાના સમયમાં જ્યારે ટીવી, રેડિયો કે વર્તમાનપત્રો નહોતા ત્યારે લોકો ભેગા મળી પ્રસંગને અનુરૂપ કે વિવિધ ભાવોને અનુરૂપ ગીતો ગાતાં. એ રચનાઓ લોકજીભે વહેતી થઈ લોકોના હૈયામાં સ્થાન પામતી. આજે માણો એવી જ એક સુંદર રચના. (નવાણ=જળાશય, કૂવો વાવ કે તળાવ).
[ આલ્બમ: [...]

મીરાં તમે પાછા ઘેર આવો

Thursday, April 23rd, 2009

“મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ” નું રાતદિવસ રટણ કરનાર મીરાંબાઈ વિરોધોના મહાસાગરને પાર કરીને, રાજમહેલ અને સમાજની મર્યાદાઓનો ત્યાગ કરીને પ્રભુપંથે નીકળી પડ્યાં. મીરાંબાઈએ સંત રોહિદાસ (સંત રૈદાસ)ને પોતાના ગુરુ માન્યા હતા. સંત રૈદાસ જાતિના ચમાર હતા અને મીરાંબાઈ રાજકુંવરી. પણ એ ભેદ તો ભૌતિક જગતના, આધ્યાત્મિક જગતમાં તો બધાં સરખાં. સંત રોહિદાસ [...]

નંદલાલાને માતા જશોદાજી સાંભરે

Thursday, April 2nd, 2009

ગોકુળ છોડી મથુરા ગયા પછી કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ કદી પાછા ગોકુળમાં નહોતા પધાર્યા. જ્યાં પોતાનું બાળપણ વીતેલું, જ્યાં ગોપબાળો સાથે કેટલીય રમતો રમેલી, કેટલાય માખણના શીકા તોડી ગોરસ ખાધેલા, કેટલીય ગોપીઓ સાથે રાસલીલા કરેલી, ગાયોને ચારવા વનમાં જતા ને ધૂળે ભરાઈને સાંજે પાછા ફરતાં, માતા યશોદા અને નંદબાબા સાથે વીતાવેલાં વરસો અને એની [...]

ઝૂલણ મોરલી વાગી રે

Saturday, March 21st, 2009

મિત્રો, આજે એક ખુબ જાણીતું અને માનીતું ગીત સાંભળીએ.
[Audio clip: view full post to listen]
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.
ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. … મોરલી.
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. … મોરલી.
માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ [...]