Archive for the 'મનહર ઉધાસ' Category

કિંતુ મારી લીલા ક્યાં છે

Tuesday, July 21st, 2009

લીલાના પાત્રને પોતાનાં સર્જનો દ્વારા અમર બનાવનાર આસીમ રાંદેરી સાહેબની એક નજમ આજે માણીએ. જેમ કાળઝાળ ગરમી પછી થયેલો પહેલો વરસાદ નથી ભૂલાતો એમ પ્રેમવાંચ્છું હૃદયની ધરતી પર પ્રથમ પ્રણયની પળો હંમેશને માટે જડાઈ જાય છે. પછી જીવનભર એ સ્થાન પર જઈ પ્રણયની મધુર સ્મૃતિઓને વાગોળવાનું ગમે છે. ખાસ કરીને એવે સમયે જ્યારે પોતાનું પ્રિય [...]

મળે ન મળે

Wednesday, July 15th, 2009

અમદાવાદને અલવિદા કહી અમેરિકા (ન્યૂજર્સી) સ્થાયી થવા જ્યારે આદિલ મન્સૂરી નીકળ્યા ત્યારે વતનની સ્મૃતિઓ એમના હૃદયને કોરી રહી. સાબરમતી નદીના રેતીના પટમાં રમતું નગર, એ ઘર-ગલી અને રસ્તાઓ, વરસો જૂના લાગણીના ભીના સંબંધે બંધાયેલ પરિચિતોના હસતા ચહેરાઓ, વિદાય વખતે ટોળે વળેલ મિત્રો અને સ્વજનોને છેલ્લી વખત જોઈ લેવાનો, પછી કદાચ કદીપણ જોવા ન મળવાની સંભાવના [...]

આપનું મુખ જોઈ

Saturday, June 27th, 2009

આજે આદિલ મન્સૂરીની એક સુંદર ગઝલ મનહર ઉધાસના સ્વરમાં. દિલને ગમતીલો ઘાવ ત્યાં ઘેરો ન મળ્યો માત્ર એકાંત મળ્યું, કોઈ ઉમેરો ન મળ્યો આપણા યુગનું આ કમભાગ્ય છે કેવું ભારે કે ગયા ચાંદ સુધી ને કોઈ ચહેરો ન મળ્યો. * આપનું મુખ જોઇ મનમાં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે. જાગવાનું મન ઘણુંયે [...]

પ્રિયતમાનું વર્ણન

Tuesday, June 9th, 2009

આજે એક નજમ. પ્રિયતમા પ્રેમીને એવું અવારનવાર કહેતી નજરે પડે છે કે હું કેવી લાગું છું તે કહો. પણ આ વાત એક કવિ-એક શાયરની છે. એની પ્રિયતમા એને કહે છે કે તમે મારું વર્ણન કરો. સભાઓમાં અન્ય નારીઓનું વર્ણન કરીને વાહ વાહ મેળવનાર શાયરના હૃદયમાં ચક્રવાત સર્જાય છે. જે રૂપકોના પ્રણેતા હોય, જેની પાસે ઉપમાઓ [...]

હું ક્યાં કહું છું

Sunday, May 24th, 2009

મિત્રો, આજે મરીઝની એક સુંદર ગઝલ. પ્રેમપંથે સૌથી મુશ્કેલ પળ પ્રેમના એકરારની હોય છે. કેટલાય પ્રેમીઓ સામેથી જવાબ ના મળવાના ભયને કારણે પ્રેમનો એકરાર કરી શકતા નથી. મરીઝ કહે છે કે હું હા જ હોય એમ નથી ઈચ્છતો. કદાચ ના હોય તો પણ એમાં વ્યથા હોવી જોઈએ. કેટલી અદભુત વાત ! સાંભળો આ સુંદર ગઝલ [...]