Archive for the 'મનહર ઉધાસ' Category

હું હાથને મારા ફેલાવું

Tuesday, June 22nd, 2010

ઈશ્વર આપણો સાથી છે, આપણા અંતરમાં રહે છે, આપણી બધી જ વાતોને જાણે છે – આપણે આવું સાંભળતા આવ્યા છીએ. જો એમ જ હોય તો એને આપણી તકલીફનો અહેસાસ હોવો જોઈએ, આપણી પીડાનો અનુભવ થવો જોઈએ અને એમ હોય તો એને દૂર કરવા માટે પ્રાર્થના કરવાની જરૂર ન પડવી જોઈએ. ઈશ્વર પાસે હાથ ફેલાવીને નહીં [...]

ગગનવાસી ધરા પર

Saturday, May 22nd, 2010

દુઃખ પડે ત્યારે માણસને ઈશ્વર યાદ આવે છે. એ વખતે માણસ ભગવાનને આજીજી, પ્રાર્થના કે ક્યારેક પ્રશ્નો પણ કરે છે. પણ અહીં કવિ નવી જ વાત લાવ્યા છે. તેઓ ભગવાનને કહે છે કે હે શેષશૈયા પર શયન કરનાર, કદી પૃથ્વી પર આવી બે ઘડી શ્વાસ તો લઈ જુઓ. તો તમને ખબર પડે કે આ જીવન [...]

જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

Wednesday, April 7th, 2010

લીલા આસીમ રાંદેરી સાહેબની કલ્પના હતી કે હકીકત – એ તો એમના સિવાય કોઈ કહી શકે તેમ નહીં પણ એમણે લીલાના પાત્રને જે રીતે પોતાની રચનાઓમાં ઉપસાવ્યું છે તે કાબિલે તારીફ છે. તાપી તટે પાંગરેલ પ્રણયની સુંદર કલ્પનાઓથી મઢેલી એમની આ બહુપ્રસિધ્ધ નજમ આજે માણીએ મનહર ઉધાસના સ્વરમાં. [Audio clip: view full post to listen] [...]

સમય વીતી ચુકેલો છું

Thursday, March 25th, 2010

પીપળ પાન ખરંતા, હસતી કુંપળીયા, મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં. જનરેશન ગેપને કારણે વૃદ્ધો અને વૃદ્ધાવસ્થાની ઉપેક્ષા કે અનાદર કરનાર યુવા પેઢીને વિચારવા મજબૂર કરે એવી સુંદર ગઝલ માણીએ મનહર ઉધાસના સ્વરમાં. (આલ્બમ-અસ્મિતા) [Audio clip: view full post to listen] પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું, મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો [...]

અમે ધારી નહોતી

Thursday, January 21st, 2010

આમ તો એક વ્યક્તિની નજર અનેક વ્યક્તિઓને અનેકવાર મળી ચુકી હોય છે. પણ કોઈ એકાદના હૈયામાં જ એ કટારની માફક ભોંકાય જાય છે અને એવી ચોટ કરી જાય છે, કે સામેવાળી વ્યક્તિનું હૈયું ઘાયલ થઈ જાય છે. અંગ્રેજીમાં જેને Love at first sight કહેવામાં આવે છે તેનું અમૃત ઘાયલે કરેલ નક્કાશીભરેલ વર્ણન માણીએ મનહર ઉધાસના [...]