Archive for the 'લતા મંગેશકર' Category

વૈષ્ણવજન તો

Sunday, June 22nd, 2008

ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાએ રચેલું અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અતિપ્રિય ભજન ભાગ્યે જ કોઈ ગુજરાતીએ નહીં સાંભળ્યું હોય. વૈષ્ણવ જન એટલે કે વૈષ્ણવ સંપ્રદાયના નહીં પરંતુ પ્રભુના ભક્ત. ભજનમાં એક આદર્શ માનવ અને આદર્શ ભક્તના લક્ષણો વર્ણવવામાં આવ્યા છે. આ ભજન ગાંધીજીની સાંય પ્રાર્થનામાં અચૂક ગવાતું. સાંભળો લતા મંગેશકર, મન્ના ડે તથા આશિત દેસાઈના સ્વરોમાં. [...]

માને તો મનાવી લેજો રે

Monday, June 16th, 2008

ગોપીઓ અને ગોપબાળોને ગોકુળમાં મુકીને કૃષ્ણ કર્તવ્યની રાહે મથુરા ગયા ત્યારે કૃષ્ણના વિરહમાં પીડાતી ગોપીની મનોભાવનાને  આ ગીત વ્યક્ત કરે છે. મથુરાથી ઉદ્ધવજી ગોકુળ આવે છે ત્યારે ગોપીઓને જ્ઞાનનો સંદેશ આપી સાંત્વના ધરવા પ્રયાસ કરે છે પણ અવ્યક્ત કરતાં વ્યક્તને માનનાર ગોપીઓને એ ગળે ઉતરતું નથી. તેઓ ઉદ્ધવજી મારફત કૃષ્ણને સંદેશ મોકલે છે. ગીતના અંતભાગમાં .. કુબ્જાને પટરાણી [...]

રૂપલે મઢી છે

Wednesday, June 11th, 2008

ફિલ્મઃ રૂપલે મઢી છે સારી રાત (૧૯૬૮) ગીતકારઃ હરીન્દ્ર; સંગીતકારઃ દિલીપ ધોળકિયા; સ્વરઃ લતા મંગેશકર રૂપલે મઢી છે સારી રાત રે સજન, એનુ ઢુંકડૂં ન હોજો પ્રભાત સૂરજ ને કોઇ ઓલી મેર રોકી રાખો, હજી આદરી અધૂરી મારી વાત.. રૂપલે મઢી છે વેળા આવી તો જરા વેણ નાખું વાલમા, એક જરા મોંઘેરું કહેણ નાખું વાલમા, [...]