Archive for the 'હંસા દવે' Category

વિચિત્ર ન્યાય છે

Saturday, September 5th, 2009

જવાહર બક્ષી સાહેબની ગઝલો આમેય ખુબ ગહન અને અર્થસભર હોય છે, અહીં વળી વિરહની વાત માંડી છે એટલે બહુ ઓછા શબ્દોમાં ઘણું ઘણું કહી દીધું છે. વિરહની દશાની પરાકાષ્ઠા ‘મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે’.. માં છલકાય છે. ઢળતી સાંજે વારંવાર સાંભળવી ગમે એવી આ સુંદર ગઝલ માણો હંસા દવેના સ્વરમાં. [આલ્બમ - તારા શહેરમાં] [...]

ભોમિયો ખોવાયો

Thursday, January 29th, 2009

જ્યારે પ્રેરણાના પિયૂષપાન પાનાર માર્ગદર્શક કે જીવનની મુશ્કેલ પળોમાં રાહ બતાવનાર પથપ્રદર્શક સ્થૂળ શરીરે વિદાય લે છે ત્યારે જે શૂન્યવકાશ સર્જાય છે એને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. માર્ગ ચીંધનાર એવા ભોમિયાની ગેરહાજરીમાં સર્જાતા ભાવજગતને બખૂબીથી વ્યક્ત કરતું એક હૃદયસ્પર્શી પદ આજે સાંભળીએ બે ભિન્ન સ્વરોમાં. [આલ્બમ: અમર સદા અવિનાશ] ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો, [...]

ચાલ્યા કરીએ

Friday, January 2nd, 2009

પ્રેમમાં પડ્યા પછી પ્રેમીઓને દુનિયાની ફિકર નથી રહેતી. જો છાનાછપના પ્રેમ કરનારની લોકો બદનામી કરતા હોય તો આપણે મશહૂર થઈ ચાલ્યા કરીએ એમ કહીને કવિએ ખુબ સુંદર રીતે પ્રેમની ખુમારીને વ્યક્ત કરી છે. પ્રેમમાં ચકચૂર એવા પ્રેમી પંખીડાઓની મનોદશાનો ચિતાર આપતું આ સુંદર ગીત પુરુષોત્તમભાઈ અને હંસા દવેના સ્વરમાં. [આલ્બમ: ગુલમહોર] પ્રેમમાં ચાલને ચકચૂર થૈ [...]

ઊંચી મેડી તે મારા સંતની રે

Saturday, December 6th, 2008

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ.. ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. અમને તે તેડાં શીદ મોકલ્યાં, કે મારો પીંડ છે કાચો રામ, મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ.. ઊંચી મેડી તે મારા સંતની રે…. [...]

એકવાર શ્યામ તારી મોરલી

Thursday, December 4th, 2008

કૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા ત્યાર પછી ગોપીઓની હાલત કફોડી થઈ ગઈ. કૃષ્ણના વિરહમાં દિવસો પસાર કરવા કપરા થઈ પડ્યા. પ્રસ્તુત ગીતમાં ગોપી કૃષ્ણને ગોકુળમાં આવવા વિનવે છે. જે વાંસળીના સૂરે એમના મન મોહી લીધેલા અને કાળજાને કામણ કરેલા એ સૂર ફરી એક વાર રેલાવવા આજીજી કરે છે. હંસા દવેના સ્વરમાં સાંભળો આ વિરહી ગોપીનું [...]