Archive for the 'અચલ મહેતા' Category

જમુનાને કાંઠે કા’નો વાંસળી વગાડતો

Monday, September 21st, 2009

આજકાલ નવરાત્રિ ચાલી રહી છે. નવરાત્રિ મા અંબાની આરાધનાનું પર્વ છે. પણ એ નિમિત્તે રમાતા ગરબાના મૂળ કમસે કમ યમુનાતટે ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે રમાયેલ રાસ જેટલા ઊંડા છે એટલે જ ગરબામાં કૃષ્ણ, રાધા અને ગોપીઓનો ઉલ્લેખ આવે છે. યમુનાને કાંઠે પોતાની બંસરીથી ગોપીઓને મંત્રમુગ્ધ કરનાર ભગવાન કૃષ્ણની વાત કરતો આ ગરબો આજે [...]

જય આદ્યા શક્તિ

Wednesday, October 8th, 2008

આજે નવરાત્રિ પર્વનું સમાપન છે. નવ રાત્રિઓમાં મા જગદંબાની આરાધના કર્યા પછી જેમ દરેક દિવસે ગરબાની સમાપ્તિ પર આરતી થાય તેમ આપણે પણ મા જગદંબાની આરતી કરીએ. દેશમાં રહેતા હોય કે વિદેશમાં, પણ દરેક ગુજરાતી ઘરમાં અચૂક ગવાતી આ આરતી સાંભળો મહેન્દ્ર કપૂર અને સાથીઓ તથા અચલ મહેતાના સ્વરમાં. જય આદ્ય શક્તિ મા જય આદ્ય [...]

વેણુ વગાડતો

Monday, October 6th, 2008

ભગવાન કૃષ્ણની બાળલીલાઓને વર્ણવતા અનેક પદો રચાયા છે. વાંસળીના સૂરથી સૌનું મન મોહી લેનાર, સૌના આકર્ષણનું કેન્દ્ર બનનાર ભગવાન શ્રી કૃષ્ણનું મધુરું વર્ણન કરતું અને વડોદરાના ગરબાની આગવી ઓળખ સમું આ અત્યંત લોકપ્રિય પદ સાંભળો. [સ્વર: અચલ મહેતા] વેણુ વગાડતો … વેણુ વગાડતો વેણુ વગાડતો, ગાયો હંકારતો આયો જશોદાનો કાનડો … વેણુ વગાડતો માથે છે [...]

મુને એકલી મૂકીને

Sunday, October 5th, 2008

રુઠેલી રાધાને મનાવવા શ્રીકૃષ્ણ એની સાથે રાસ રમે છે તે અન્ય ગોપીઓને નથી ગમતું. સ્ત્રીસહજ ઈર્ષાથી પીડાતી ગોપી કૃષ્ણને ફરિયાદ કરે છે, જેમ ફાવે તેમ સંભળાવે છે. ત્યાં સુધી કે એને હરાયો ઢોર કહે છે. ગોપીના મનોભાવોને વાચા આપતું આ પદ સાંભળો અચલ મહેતાના સ્વરમાં. હે મુને એકલી મૂકીને રમે રાસ રંગીલા રાજા હવે નહી [...]