Archive for the 'આરતી મુન્શી' Category

આવી ગઈ હોળી

Tuesday, March 10th, 2009

મિત્રો, આજે હોળી છે. હોળી એક એવો તહેવાર છે જે ગરીબથી માંડી તવંગર સુધી બધા જ માણસોને સ્પર્શે છે. એને માણવા-ઉજવવા માટે બહુ પૈસાની જરૂર નથી પડતી. આદીવાસીઓને માટે એ ખાસ તહેવાર ગણાય છે. કામ કરવાવાળા મજૂરો આ સમયે પોતાના ગામ પંદર વીસ દિવસની રજા લઈને ચાલ્યા જાય છે. શહેરોમાં રંગ અને ગુલાલનો તહેવાર ધૂળેટી [...]

સાંવરિયા રમવાને ચાલ !

Sunday, February 8th, 2009

આજકાલ વસંત ઋતુ ચાલી રહી છે. ઋતુઓના પરિવર્તનની અસર મહાનગરોમાં દેખાતી કે અનુભવાતી નથી. નવી પેઢીના લોકો માટે કદાચ કેસૂડાંના ફૂલ જોવાનું પણ નસીબમાં નથી. આવા સમયે આ રચના આપણને એક નવિન દુનિયામાં લઈ જાય છે. એમ કહેવાય કે વસંત એટલે કામદેવતાની પ્રિય ઋતુ. સૃષ્ટિ આખી આ સમે નવપલ્લવિત થાય, એના પ્રભાવથી કુદરત ન બચે [...]

સંગાથે સુખ શોધીએ

Thursday, January 22nd, 2009

અડધું અમેરિકા અત્યારે શીતલહરમાં સપડાયેલું છે. કુદરતે ચારે તરફ સફેદ ચાદર બિછાવી દીધી છે. એવે સમયે તન-મનને તરબતર કરી દે તેવું આ હૂંફાળું ગીત. સહજીવનના સોનેરી શમણાંઓની સળીઓને એકઠી કરી મધુર માળો રચવાની કલ્પના જ કેટલી સુંદર છે. સપનાંની રજાઈ ઓઢી માણો મધુર કંઠ અને સંગીતનો સુંદર સ્પર્શ કરાવતું આ યુગલગીત.
[આલ્બમ: હસ્તાક્ષર; સ્વર: આરતી અને [...]

ચોમાસું ક્યાંક આસપાસ છે

Monday, November 3rd, 2008

આજે એક ભીનું ભીનું વરસાદી ગીત … તમને થશે વર્ષાઋતુ તો પૂરી થઈ. હવે કેવું વરસાદી ગીત ? પણ હા, આજે ઘણાં વખતે લોસએન્જલસમાં વરસાદનું આગમન થયું. એટલે થયું બારીની બહાર કાળા વાદળો અને ઝરમર ઝરમર વરસાદને જોતાં આ ગીત સાંભળવાની મજા પડશે. સુંદર ગીત તો ગમે ત્યારે સાંભળીએ મજાનું જ લાગે. ખરુંને ?
[ સંગીત: [...]

તમે વાતો કરો તો

Friday, September 26th, 2008

મૌનની અગત્યતા વિશે ઘણું ઘણું લખાયું છે. એમ પણ કહેવાયું છે કે ગુરૂનું મૌન શિષ્યને માટે વ્યાખ્યાનની ગરજ સારે છે.  હા, જીવનમાં ક્યારેક એવી પળો આવે જ્યારે મૌન ઈલાજ બને, ઉત્તર બને (કે ઉપેક્ષા બને) અને ધાર્યું કામ આપે. ઈશ્વરે આપેલી વાણીની બક્ષિસને ઉચિત રીતે વાપરીએ એમાં વૈખરીનો વૈભવ છે પણ મૌન જ્યારે પ્રિયતમના હોઠ પર જઈને જડાઈ જાય તો પ્રેમીનું હૃદય એક વણકથ્યા [...]