Archive for the 'સુરેશ દલાલ' Category

કમાલ કરે છે

Monday, November 24th, 2008

પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી, પ્રેમ કોઈ ઉંમરનો મોહતાજ નથી. પ્રેમ કરવો એ યુવાનો અને યુવાનીનો ઈજારો નથી. વાળ સફેદ થયા પછી પાંગરતા મધુર પ્રેમની સોનેરી ઝલક સુરેશ દલાલની આ કૃતિમાંથી મળે છે. કદાચ જેટલો પ્રેમ લાલ ગુલાબ, ચોકલેટ કે પ્રેમપત્રોની પરિભાષામાં નહિ છલકતો હોય તેટલો વૃદ્ધાવસ્થામાં એકમેકને ગરમાગરમ નાસ્તો, મસાલા ચા કે પછી [...]

તમે વાતો કરો તો

Friday, September 26th, 2008

મૌનની અગત્યતા વિશે ઘણું ઘણું લખાયું છે. એમ પણ કહેવાયું છે કે ગુરૂનું મૌન શિષ્યને માટે વ્યાખ્યાનની ગરજ સારે છે.  હા, જીવનમાં ક્યારેક એવી પળો આવે જ્યારે મૌન ઈલાજ બને, ઉત્તર બને (કે ઉપેક્ષા બને) અને ધાર્યું કામ આપે. ઈશ્વરે આપેલી વાણીની બક્ષિસને ઉચિત રીતે વાપરીએ એમાં વૈખરીનો વૈભવ છે પણ મૌન જ્યારે પ્રિયતમના હોઠ પર જઈને જડાઈ જાય તો પ્રેમીનું હૃદય એક વણકથ્યા [...]

આપણી રીતે રહેવું

Tuesday, September 2nd, 2008

[દત્તાત્રેયે ચોવીસ ગુરુ કરેલા તેની વાત શાસ્ત્રોમાં વર્ણવેલી છે. જીવન કેવી રીતે જીવવું તેની પ્રેરણા જુદી જુદી જગ્યાએથી, જુદાજુદા પદાર્થોનું નિરીક્ષણ કરતાં સાંપડે છે. અહીં સુરેશભાઈએ એમની આગવી રીતે જીવન જીવવાની એમની શૈલીનું સરળ ભાષામાં નિરુપણ કરી બતાવ્યું છે. માણો મસ્તી અને ખુમારી ભરેલું જીવન જીવવાનો સંદેશ ધરતું એમનું ગદ્યકાવ્ય.]
આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: નહીં [...]

લગાવ

Tuesday, July 29th, 2008

[ ઉંમર વધે એટલે પ્રેમ ઘટવો નહિ પણ મજબૂત બનવો જોઈએ, જેમ વૃક્ષના મૂળ સમય જતાં ઉંડા જાય તે રીતે. એકમેકના સાચા સાથીદાર હોવું એ પ્રસન્ન અને મધુર દામ્પત્ય જીવનની નિશાની છે. વાળ ધોળા થયા પછી પ્રૌઢાવસ્થાએ પાંગરતા પ્રેમની અનેરી મીઠાશ વર્ણવતી સુરેશ દલાલની આ કૃતિ માણવા જેવી છે. ]
ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં [...]