Archive for the 'શૂન્ય પાલનપુરી' Category

ઉમર ખૈયામની રુબાઈઓ – 7

Thursday, June 18th, 2009

મિત્રો, આજે ઘણાં દિવસ પછી ફરી એક વાર માણીએ ઉમર ખૈયામની રુબાઈઓ. ધર્મ-અધર્મ વિશે ઘણું લખાયું છે. બાહ્ય દેખાવથી ધાર્મિક હોવાનો દેખાવ કરતાં લોકો પર કટાક્ષ કરતી રુબાઈઓ આજે માણીએ. ઉમર ખૈયામ વિશે, રુબાઈઓ વિશે અને શૂન્યના આ અદભુત અનુસર્જન વિશે તથા અગાઉ પ્રસિદ્ધ થઈ ગયેલી રુબાઈઓ વાંચવા માટે અનુક્રમણિકા જોવાનું ભૂલશો નહીં. ઓ શિખામણ [...]

પ્રિયતમ, તને મારા સમ

Sunday, March 29th, 2009

મિત્રો, આજે મુકુલ ચોકસી રચિત એક સુંદર પદ નૂતન અને મેહુલ સુરતીના સ્વરમાં સાંભળીએ. [સંગીત: મેહુલ સુરતી] પ્રિયતમ… મારા પ્રિયતમ… તું ક્યાં છે કહે, તને મારા સમ… હૈયાથી હોઠોના રસ્તા પર અટકીને ઊભી છે આ સફર ચાલે નહીં, આગળ કદમ તું ક્યાં છે કહે, તને મારા સમ… ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ મુરલીમાં લલચાણી રે [...]

દૂધને માટે રોતા બાળક

Friday, March 6th, 2009

ગરીબી કદાચ માનવના લલાટે મોટામાં મોટો અભિશાપ છે એમ કહીએ તો ખોટું નથી. ગરીબને ઘરે જન્મ લેનાર બાળકના નસીબમાં દૂધને માટે રોવાનું લખાયેલું હોય છે જ્યારે પૈસાદાર અને સાધનસંપન્ન વ્યક્તિના ઘરે જન્મનારને સોના-ચાંદીના ચમચાથી દૂધ અપાય છે. ગરીબ અને તવંગરની જીવનશૈલીનો આ વિરોધાભાસ શૂન્યને સાલે છે. પરંતુ ગરીબના એ રડતાં બાળકને શું કહેવું ? શૂન્ય [...]

ઉમર ખૈયામની રુબાઈઓ – 6

Monday, March 2nd, 2009

દોસ્તો, આજે ઉમર ખૈયામની થોડી વધુ રુબાઈઓ માણીએ. ઘેરા તત્વજ્ઞાનથી સિંચાયેલ આ કડીઓ વારંવાર વાંચીએ તો જીવનનો મર્મ સમજાય એમ છે. મૂળ ફારસીમાં લખાયેલ અને ઉમદા ચિંતનથી ભરેલ આ રુબાઈઓ આપણને ગુજરાતીમાં વાંચવા મળે છે તે શૂન્ય પાલનપુરીએ કરેલ ભાવાનુવાદને આભારી છે. આમ તો બધી જ રુબાઈઓ મને ગમે છે પણ અહીં સૌથી પ્રથમ મૂકેલી [...]

ઉમર ખૈયામની રુબાઈઓ – 5

Monday, February 9th, 2009

આજે ઉમર ખૈયામની થોડી વધુ રુબાઈઓ માણીએ. જીવનની વિનાશશીલતા વિશે ઘણું લખાઈ ચૂક્યું છે. મોત આવવાનું જ હોય તો પછી એની બીક કેવી ? જે ઉદારતાથી ઈશ્વરે આપણને જિંદગી આપી એવી જ ખુમારીથી આપણે એને એ પાછી ન આપીએ ! કેટલી સરસ વાત ! વળી આપણે નાશવંત શરીર નથી પણ અમર આત્મા તત્વ છીએ, એ [...]