Archive for the 'રાજેન્દ્ર શુકલ' Category

શ્વસી જઇએ

Tuesday, August 19th, 2008

સામાય ધસી જઈએ, આઘાંય ખસી જઇએ, એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ. આમેય વિતાવવાની છે રાત સરોવરમાં, તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઈએ. એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું, હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇએ. આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની, રેતાળ કિનારા પર હેતાળ હસી જઇએ. ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો, હોવુંય [...]

સપનાં

Tuesday, August 5th, 2008

[ સ્વર : બંસરી યોગેન્દ્ર ] રાજેન્દ્ર શુકલ મારા પ્રિય કવિઓમાંના એક છે. પ્રકૃતિના તત્વોના રૂપકો સંયોજીને સંવેદના છલકાવા માટે જાણીતા એવા આ કવિની કૃતિને બંસરી યોગેન્દ્રનો સ્વર સાંપડ્યો છે. શાસ્ત્રીય સંગીતના ઢાળવાળી આ રચના કર્ણપ્રિય છે. મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં, નિષ્પલક પળની પરી, તે જોઈ રહેતો કાળ, સપનાં. લાલ, પીળી, [...]