Archive for the 'રાજેન્દ્ર શુકલ' Category

એક જણ મળતું રહ્યું

Wednesday, November 19th, 2008

ખંડેરના એકાંતને પણ એક જણ મળતું રહ્યું,
ને એક સાથે બીજી પળને કો’ક સાંકળતું રહ્યું.
ઊંચાઈઓને આંબવાનું ચંદ્ર તો બ્હાનું હશે,
ના વ્યર્થ કૈં સાગર તણું ઊંડાણ ખળભળતું રહ્યું !
આ જિંદગીની ચાર ક્ષણનું ગીત તો પૂરું થયું;
મુજ શૂન્યતા ગાતી રહી, તુજ મૌન સાંભળતું રહ્યું.
ઊગ્યા કર્યું સ્વપ્નોનું લીલું ઘાસ કબરો પર અને
આકાશની આંખો થકી મુજ દર્દ ઓગળતું રહ્યું.
આ વન્ય કેડીઓ [...]

આવ્યાં હવાની જેમ

Tuesday, September 9th, 2008

શબ્દો જેમની પાસે અનાયાસ સરતાં રહે છે એવા મારા પ્રિય કવિ રાજેન્દ્ર શુકલની રચના જેને બંસરીબેનનો કંઠ મળ્યો છે, અહીં રજૂ કરું છું. દૃશ્ય જગત જ સર્વકાંઈ નથી. રેશમી હવાની જેમ કોઈની મધુર યાદો અદૃશ્ય રીતે આપણને એક અલગ ભાવસૃષ્ટિમાં તાણી જાય છે.  હું શું કરું કે કંઠ ખૂલતો નથી, ગીતો તો કેટલુંય કરગરી ગયા … તથા [...]

શ્વસી જઇએ

Tuesday, August 19th, 2008

[Audio clip: view full post to listen]
સામાય ધસી જઈએ, આઘાંય ખસી જઇએ,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ.
આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઈએ.
એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇએ.
આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇએ.
ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ [...]

સપનાં

Tuesday, August 5th, 2008

[Audio clip: view full post to listen]
[ સ્વર : બંસરી યોગેન્દ્ર ]
રાજેન્દ્ર શુકલ મારા પ્રિય કવિઓમાંના એક છે. પ્રકૃતિના તત્વોના રૂપકો સંયોજીને સંવેદના છલકાવા માટે જાણીતા એવા આ કવિની કૃતિને બંસરી યોગેન્દ્રનો સ્વર સાંપડ્યો છે. શાસ્ત્રીય સંગીતના ઢાળવાળી આ રચના કર્ણપ્રિય છે.
મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં,
નિષ્પલક પળની પરી, તે જોઈ રહેતો કાળ, [...]