Archive for the 'અન્ય સર્જકો' Category

મીઠી માથે ભાત

Wednesday, June 24th, 2009

મિત્રો, આજે એક સુંદર રચના જે શાળામાં ભણવામાં આવતી હતી. ખેતી કરીને ગુજરાન ચલાવતા પટેલ દંપતીની વાત. એમને એક સુંદર પુત્રી – નામે મીઠી. રોજ બપોરે ભોજન માટે આવતા પિતાને કોઈ કારણોસર આવવામાં મોડું થયું તો પોતાની માતાની રજા લઈ એમને ખેતરે ભાત આપવા માટે નાનકડી મીઠી નીકળે છે. ખેતરે જતાં વચ્ચે સીમમાં શિયાળ, વાઘ [...]

અંતિમ વિદાય

Friday, June 12th, 2009

આ રચના શાળામાં ભણવામાં આવતી હતી. પ્રસન્ન દાંપત્યજીવનનો અંત કોઈ એક પાત્રની વસમી વિદાયથી આવે છે. એ કાયમી વિદાયનો અવસર ગમે તેવા પથ્થરહૃદયી માનવને હચમચાવી નાખે છે. અહીં મૃત શરીરને જોતાં એને મનભરીને જોઈ લેવાના છેલ્લા અવસરે મૃત્યુની મંગલમયતા અને સુંદરતાના વિચારે કવિની સંવેદનાનું ભાવજગત પ્રસ્ફુટ થાય છે. અગ્નિની સાક્ષીએ ફેરાં ફરી કાયમ માટે એક [...]

ગોકુળમાં કોણ હતી રાધા?

Thursday, May 21st, 2009

રાધા અને કૃષ્ણ સનાતન સ્નેહની પ્રતિમા બનીને ઘેરઘેર પૂજાય છે. એમના દિવ્ય અલૌકિક પ્રેમનું વર્ણન કરતાં કવિઓ થાકતા નથી. રાધા માટે તો કૃષ્ણ કેવળ પ્રિયતમનું નામ નહોતું પણ હૈયે ને હોઠે ગૂંજતો નાદ હતું, શ્વાસની આવનજાવન હતી, જીવન સર્વસ્વ હતું. પણ જો કોઈ કા’નને પૂછે કે રાધા કોણ હતી તો કા’ન શું જવાબ દે ? [...]

બાર બાર વરસે નવાણ ગળાવ્યાં

Monday, May 18th, 2009

મિત્રો આજે એક લોકગીત. હૈયાની લાગણીઓને વાચા આપવાનું સૌથી સુંદર માધ્યમ એટલે ગીત. પહેલાના સમયમાં જ્યારે ટીવી, રેડિયો કે વર્તમાનપત્રો નહોતા ત્યારે લોકો ભેગા મળી પ્રસંગને અનુરૂપ કે વિવિધ ભાવોને અનુરૂપ ગીતો ગાતાં. એ રચનાઓ લોકજીભે વહેતી થઈ લોકોના હૈયામાં સ્થાન પામતી. આજે માણો એવી જ એક સુંદર રચના. (નવાણ=જળાશય, કૂવો વાવ કે તળાવ).
[ આલ્બમ: [...]

જનનીની જોડ સખી નહીં જડે

Sunday, May 10th, 2009

મા વિશે જેટલું લખીએ એટલું ઓછું છે, ગ્રંથો લખીએ તો પણ ઓછાં પડે. ઈશ્વરનું પ્રગટ સ્વરૂપ, પ્રેમની જીવંત મૂર્તિ … આજે અમેરિકામાં મધર્સ ડે છે. વિશ્વભરની માતાઓના પ્રદાનને અને એમના વાત્સલ્યને વિશેષ રૂપે યાદ કરવાનો દિવસ. લોકો ચર્ચા કરે છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરમાં આવી ભારતીયોએ મધર્સ ડે ન ઉજવવો જોઈએ. પણ ગુરુને પૂજ્ય માનનાર [...]