Archive for the 'નરસિંહ મહેતા' Category

જળકમળ છાંડી જાને બાળા

Thursday, November 20th, 2008

ભગવાન કૃષ્ણની બાળલીલાઓમાં કાલિયનાગ-મર્દન ખૂબ પ્રસિદ્ધ છે. યમુનાના પાણીને પોતાના એકાધિકારથી અન્ય મનુષ્યો, પશુઓ અને પક્ષીઓથી વંચિત રાખનાર કાલિયનાગના ત્રાસથી મુક્ત કરાવવા ભગવાન કૃષ્ણે આ લીલા કરી હતી. કાલિયનાગ સાથે દુશ્મનાવટ વહોરી સંઘર્ષ માટે તૈયાર થયેલ બાળકૃષ્ણને નાગણો પાછો જવા સમજાવે છે, બદલામાં પોતાનો નવલખો હાર આપવાની લાલચ આપે છે. પરંતુ ભક્તોની રક્ષા અને દુષ્ટોના વિનાશનું [...]

વૈષ્ણવજન તો

Sunday, June 22nd, 2008

ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાએ રચેલું અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અતિપ્રિય ભજન ભાગ્યે જ કોઈ ગુજરાતીએ નહીં સાંભળ્યું હોય. વૈષ્ણવ જન એટલે કે વૈષ્ણવ સંપ્રદાયના નહીં પરંતુ પ્રભુના ભક્ત. ભજનમાં એક આદર્શ માનવ અને આદર્શ ભક્તના લક્ષણો વર્ણવવામાં આવ્યા છે. આ ભજન ગાંધીજીની સાંય પ્રાર્થનામાં અચૂક ગવાતું. સાંભળો લતા મંગેશકર, મન્ના ડે તથા આશિત દેસાઈના સ્વરોમાં. [...]