Archive for the 'નરસિંહ મહેતા' Category

નારાયણનું નામ જ લેતાં

Tuesday, December 8th, 2009

હિરણ્યકશિપુની મનાઈ છતાં પ્રહલાદે ભગવાનનું સ્મરણ ન છોડ્યું. ભરતે માતા કૈકેયીનો ત્યાગ કર્યો પણ રામનું નામ ન છોડ્યું, એવા અનેક દાખલા ઇતિહાસમાં મોજૂદ છે. ઈશ્વરનું સ્મરણ, મનન અને નિદિધ્યાસન કરવામાં જે બાધારૂપ હોય તેનો ત્યાગ કરવો જોઈએ – એવો સંદેશ આપતું આપણા આદિકવિ નરસિંહ મહેતાનું આ સુંદર ભજન સાંભળીએ વિવિધ સ્વરોમાં.
[Audio clip: view full post [...]

ભુતળ ભક્તિ પદારથ

Wednesday, February 4th, 2009

ભક્તિનો મહિમા અનેક ગ્રંથોમાં ગવાયો છે. અહીં ગુજરાતી ભાષાના આદિકવિ એવા નરસિંહ મહેતા ભક્તિનો મહિમા પોતાની આગવી રીતે ગાઈ બતાવે છે. પૃથ્વીલોકમાં જ પ્રભુની ભક્તિ કરી શકાય છે. પુણ્યવાન આત્માઓ બ્રહ્મલોકમાં જાય છે પણ ત્યાં પુણ્ય પુરા થતા પાછાં તેમને પૃથ્વી પર આવવું પડે છે. સાચા ભક્તો એથી મુક્તિની કામના કરતા નથી પરંતુ પ્રભુની ભક્તિ, [...]

રામ સભામાં અમે

Wednesday, December 31st, 2008

ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાએ રચેલા અનેકવિધ પદોમાં એમની આધ્યાત્મિક અનુભૂતિઓને વણી લીધી છે. પ્રસ્તુત પ્રભાતિયામાં હરિનો રસ પીવાને કારણે થયેલી દશા વર્ણવવામાં આવી છે. જ્યારે પ્રભુનામનો નશો રોમેરોમ વ્યાપી જાય ત્યારે ભક્ત ભગવાન જેવો થઈ જાય છે. એને ઈશ્વરનું અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થઈ જાય છે. તદ્રુપતાની એ ઉચ્ચોચ્ચ અવસ્થામાં નરસૈયો ઝૂમીને ગાય છે. તો આજે [...]

ઊંચી મેડી તે મારા સંતની રે

Saturday, December 6th, 2008

[Audio clip: view full post to listen]
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..
અમને તે તેડાં શીદ મોકલ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા [...]

આજની ઘડી રળિયામણી

Sunday, November 30th, 2008

જીવનમાં જ્યારે ઈશ્વર કે ઈશ્વરતુલ્ય સંતપુરુષોનું આગમન થાય છે ત્યારે તે ઘડી રળિયામણી બની જાય છે. ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતા પોતાની અનુભૂતિને શબ્દનો આકાર આપી કહે છે કે એના દર્શન માટે તો તન મન અને ધન આપી દઈએ તો પણ કમ છે. પોતાનો આનંદ વ્યક્ત કરવા નરસિંહ મહેતા પારંપરિક સ્વાગતના રૂપકો પ્રયોજે છે. બે ભિન્ન [...]