Archive for the 'મણિલાલ દેસાઈ' Category

જંગલો

Sunday, November 23rd, 2008

વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો, મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો. તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ? કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો ! જો તું નથી તો અહીં કોઈ પણ નથી, તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો. સૂકું જો ખરે પાન તો એની ખબર પડે, વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો. [...]

બોલ વ્હાલમના

Thursday, September 25th, 2008

સાંભળો કવિ મણીલાલ દેસાઈ રચિત ગ્રામ્ય પરિવેશમાં પાંગરતું આ સદાબહાર, કર્ણપ્રિય ગીત. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના. ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે, સપનાં રે લોલ વ્હાલમનાં. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના. કાલ તો હવે વડલા ડાળે ઝૂલશું લોલ, કાલ તો હવે મોરલા સાથે કૂદશું [...]