Archive for the 'માધવ રામાનુજ' Category

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું

Sunday, February 7th, 2010

કલ્પનાના વૈભવથી છલોછલ અને મઘમઘ સુવાસે તરબોળ એક અજાણ્યું સગપણ સાંભરે પછી… એ સ્વપ્નસૃષ્ટિમાં વિહાર કરાવતું કવિશ્રી માધવ રામાનુજનું આ મધુરું ગીત સાંભળીએ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં. [ સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી, આલ્બમ હસ્તાક્ષર ] એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું, સોણલાની વાડી ઝાકમઝોળ; કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે; મઘમઘ સુવાસે તરબોળ, સગપણ સાંભર્યું. ક્યાં રે [...]

પાસેપાસે તો યે કેટલાં જોજન

Friday, November 20th, 2009

સુખી અને પ્રસન્ન દાંપત્યજીવન સૌના નસીબમાં હોતું નથી. કેટલાક સંબંધો માત્ર ચાર ભીંત અને એક છતની નીચે રહેવા પૂરતાં જ સીમિત રહી જાય છે. પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ..માં એ કરુણતાને કેટલી કમનીયતાથી શાબ્દિક અભિવ્યક્તિ મળી છે. માણો માધવ રામાનુજ કૃત સુંદર અને કરુણ ગીત ભૂપિન્દર સિંઘ અને મિતાલી મુખર્જીના સ્વરમાં. પાસેપાસે તો [...]

કન્યાવિદાય પછીનો ખાલીપો

Friday, May 15th, 2009

લગ્ન સામાન્ય રીતે આનંદનો પ્રસંગ છે પરંતુ કન્યાવિદાય ભલભલાની આંખો ભીની કરી નાંખે છે. વરસો સુધી જે ઘરમાં મમતાના સંબંધે ગૂંથાયા હોય તે ઘરને પિયુના પ્રેમને ખાતર જતું કરવાની વિવશતા કન્યાના હૃદયને ભીંજવી નાંખે છે. આ કૃતિમાં કન્યાની વિદાય પછી સૂના પડેલ ઘરનું અદભૂત ચિત્રણ થયેલું છે. જેવી રીતે પંખી ઉડી ગયા પછી માળો સૂનો [...]

એકવાર યમુનામાં

Sunday, October 26th, 2008

[ આલ્બમ: હસ્તાક્ષર, સંગીત: પરેશ ભટ્ટ, સ્વર: શ્યામલ મુન્શી ] એક વાર યમુનામાં આવ્યું’તુ પૂર, મથુરાથી એકવાર માથે મુકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર…એક વાર પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો; એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો, ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં, બાજી રહ્યા છે [...]