Archive for the 'કૃષ્ણ દવે' Category

બબાલ

Thursday, August 28th, 2008

એની રોજે રોજ હોય છે બબાલ.
પરપોટા હાથમાં લઇ હમણાં કહેતો’તો
આની ઊખડતી નથી કેમ છાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.
એક’દી તો સુરજની સામે થઇ ગ્યો,
ને પછી નોંધાવી એફ. આઇ.આર.
શું કહું સાહેબ ! આણે ઘાયલ કરી છે,
મારી કેટલી યે મીટ્ઠી સવાર.
ધારદાર કિરણોને દેખાડી દેખાડી,
લૂંટે છે મોંઘેરો માલ.
એની રોજે રોજ હોય છે બબાલ.
એક’દી તો દોડતો ઇ હાઇકોર્ટ ગ્યેલો,
ને [...]

બીઝનેસ કરે છે

Thursday, August 7th, 2008

[ કૃષ્ણ દવેનો પરિચય આપવાનો ન હોય. જેમ સમય મોર્ડન છે, તેમ સાહિત્ય પણ મોર્ડન થવું જોઈએ, રચનાઓ સમયની સાથે તાલ મેળવે એવી થવી જોઈએ એમ માનનારા કૃષ્ણ દવે એમની અનેકવિધ અછાંદસ રચનાઓ માટે પ્રસિદ્ધ થયા છે. માણો અહીં એમની કૃતિ જેમાં માણસ બધી જ વાતમાં ધંધાકીય દૃષ્ટિકોણ અપનાવીને બધી જ વસ્તુઓને બીઝનેસ બનાવી દે [...]

મંદિરના ઈશ્વરને …

Wednesday, July 30th, 2008

[ અછાંદસ રચનાઓના માધ્યમથી અવનવિન ભાવજગત સર્જવા માટે જાણીતા કૃષ્ણ દવેની આ સુંદર રચના એક અનોખા વિરોધાભાસને પ્રગટ કરે છે. મંદિરમાં ઈશ્વરની મૂર્તિની સેવાપૂજા થાય, એને ભોગ ધરાવાય, રંગબેરંગી વસ્ત્રો પહેરાવાય ... પરંતુ મંદિરની બહાર વાસ્તવિક જગત કેવું છે એ તો સહુ જાણે છે. કવિએ એ વૈષમ્યને અનોખી રીતે ધાર કાઢી વાચા આપી છે. ]
મંદિર ભીતર [...]

વાંસલડી.કોમ

Tuesday, June 10th, 2008

આજે વિશ્વ આખું ડોટ કોમ થઈ ગયું છે, ઈન્ટરનેટ વડે જોડાયેલું છે, એવા સમયે આપણા સૌના એડમીન - નિયંતા એવા શ્રીકૃષ્ણને કેમ ભૂલાય ? એથી જ આધુનિક સમયના અને આધુનિક વિચારોવાળા કવિ કૃષ્ણ દવે ભગવાન કૃષ્ણની વ્યાપકતાનો વિચાર કરી કહી ઉઠે છે કે કાનજીની વેબસાઈટ બનાવવા જઉં તો કેટકેટલા નામ ઓછા પડે … માણો આ [...]