મિત્રો, આજે માણીએ જવાહર બક્ષી સાહેબની એક મજાની ગઝલ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં.
(આલ્બમ-ઈર્શાદ)
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે,
છે બસ એક એની મનાનો અનુભવ,
મળ્યાનો વળી બીજો આનંદ શું છે,
સિવાય એક એની રજાનો અનુભવ.
હવે જો હું માનું તો ખોટું નથી,
કે હતું એને મારા તરફ પ્રેમ જેવું,
ગમે તેમ હો પણ મને છોડી દઈને,
કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ.
કદાચિત્ તને ભૂલવામાં મજા હો,
એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
હજી પણ મને યાદ આવી રહ્યો છે,
તને ભૂલવાની દશાનો અનુભવ.
કદી હું તને મેળવી પણ ચૂક્યો છું,
એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક,
તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.
મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે,
પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ,
તને ક્યાં છે મારી દશાનો અનુભવ.
હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે,
પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
તરત એ બિચારાને એ તો ન પૂછો,
કે કેવો હતો ઝાંઝવાનો અનુભવ.
મને થોડી અગવડ પડી રહી’તી એથી
‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
પરંતુ નવા ઘરના સામાન સાથે
મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ.
– જવાહર બક્ષી
2 Comments