Archive for the 'હિતેન આનંદપરા' Category

જિંદગીનો મર્મ

Monday, March 9th, 2009

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે, એ વિનાની સર્વ વાતો તર્ક છે. ગાલ પર ખંજનો હોતાં હશે ? એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે. શેર ઉપર વાહ જો એની મળે, એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે. હોઠ તારા એ જ છે પણ તે છતાં નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે. હું તને વાંચું નહીં તો [...]

આછકલું અડવાની ટેવ

Tuesday, November 4th, 2008

તને ખોટું જો લાગે તો હું શું કરું ? મને આછકલું અડવાની ટેવ. હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને; મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને. તને ભીનું ન લાગે તો હું શું કરું ? મને કોરુંકટ રડવાની ટેવ. રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને કદી ઉડવાની ક્લ્પના [...]

વરસાદી વાછટ

Friday, October 17th, 2008

ચાલ હવે તો આનાકાની મૂક, બનીને મૂક, આ વરસાદી વાછટને ક્યાં સુધી જોતી રહેવાની? હું સદા રહેવાનો તારી સાથ, કરી વિશ્વાસ, તું પકડે હાથ જો મારા, હથેળીએ કૂંપળ કૂટવાની … ચાલ હવે વાત અચાનક શરૂ થાય ક્યાં, વાત અચાનક વધી જાય ક્યાં, એની ક્યાં ખબર પડે છે ? ઓળખ અમથી હોય શરૂમાં, પછી તો આગળ [...]

જીરવી નથી શકતા

Monday, September 22nd, 2008

બે પ્રેમીઓ એકબીજાને ખૂબ ચાહતા હોય છે પરંતુ લગ્ન પછી કોઈ કિસ્સામાં એમનો પ્રેમ અદૃશ્ય થઈ જતો જોવા મળે છે. એવી જ રીતે કોઈ સ્વજન, સ્નેહી કે હિતેચ્છુ અને મિત્રને માટે અપાર લાગણી હોય અને મનભરી તરસતા હોઈએ ..પણ જ્યારે મળવાનું થાય ત્યારે કોઈ બીના એવી બને કે કહેવાનું મન થાય .. ઘણું તરસ્યા હતા [...]

રહેવા દે

Wednesday, August 6th, 2008

બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે, એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે. પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત, કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ, રહેવા દે. વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર, તું ઈશ્વરનાં નવાં મંદિર નવાં આવાસ રહેવા દે. મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી [...]