થઇ જશે જ્યારે પ્રણય તમને
Saturday, June 6th, 2009મિત્રો, આજે બેફામની એક સુંદર ગઝલ.
સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હૃદય તમને,
થશે તમને ય આવું, થઇ જશે જ્યારે પ્રણય તમને.
હું તમને સાથ દેવા એટલા માટે જ આવ્યો છું,
કદી લાગે ન મારી જેમ એકલતાનો ભય તમને.
મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,
કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.
મને એથી જ કંઇએ દુઃખ નથી [...]