Archive for the 'અવિનાશ વ્યાસ' Category

આવી ગઈ હોળી

Tuesday, March 10th, 2009

મિત્રો, આજે હોળી છે. હોળી એક એવો તહેવાર છે જે ગરીબથી માંડી તવંગર સુધી બધા જ માણસોને સ્પર્શે છે. એને માણવા-ઉજવવા માટે બહુ પૈસાની જરૂર નથી પડતી. આદીવાસીઓને માટે એ ખાસ તહેવાર ગણાય છે. કામ કરવાવાળા મજૂરો આ સમયે પોતાના ગામ પંદર વીસ દિવસની રજા લઈને ચાલ્યા જાય છે. શહેરોમાં રંગ અને ગુલાલનો તહેવાર ધૂળેટી [...]

તમે થોડા થોડા થાવ વરણાગી

Tuesday, February 10th, 2009

ભાભી અને નણંદ વચ્ચે એક વિશિષ્ટ સંબંધ હોય છે. પરણીને સાસરે આવનાર યુવતીના મનની વાતો સમજનાર સાસરામાં કોઈ હોય તો તે સમવયસ્ક નણંદ હોય છે. એમાંય જો તે સ્ત્રીસહજ ઈર્ષ્યા અને ખટપટથી મુક્ત હોય તો એ સંબંધમાં ચાર ચાંદ લાગી જાય. ગામથી પરણીને શહેરમાં આવેલ એવી ભાભીને આધુનિક કરવાનું કામ તે કેટલી સરસ રીતે કરે [...]

ભોમિયો ખોવાયો

Thursday, January 29th, 2009

જ્યારે પ્રેરણાના પિયૂષપાન પાનાર માર્ગદર્શક કે જીવનની મુશ્કેલ પળોમાં રાહ બતાવનાર પથપ્રદર્શક સ્થૂળ શરીરે વિદાય લે છે ત્યારે જે શૂન્યવકાશ સર્જાય છે એને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. માર્ગ ચીંધનાર એવા ભોમિયાની ગેરહાજરીમાં સર્જાતા ભાવજગતને બખૂબીથી વ્યક્ત કરતું એક હૃદયસ્પર્શી પદ આજે સાંભળીએ બે ભિન્ન સ્વરોમાં. [આલ્બમ: અમર સદા અવિનાશ] ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો, [...]

ધરા જરી ધીમી થા

Tuesday, January 27th, 2009

ઉનાળાની તાપથી તપ્ત ધરતી એના સાજન એવા મેહુલાની રાહ જોતી હોય છે. જ્યારે રુમઝુમ કરતા મેઘરાજાનું આગમન થાય ત્યારે એનો આનંદ સમાતો નથી. પણ અત્યારે વરસાદની વાત ક્યાંથી યાદ આવી ? ભારતમાં તો શિયાળો ચાલી રહ્યો છે પણ લોસ એન્જલસની ક્ષિતિજ પર ઘનઘોર વાદળો દેખાઈ રહ્યા છે. ગઈકાલે વરસાદ પડ્યો અને હજુ પડવાની આગાહી છે. [...]

છાનું રે છપનું

Saturday, January 24th, 2009

પરણીને સાસરામાં ગયેલી નવીસવી કન્યાને પોતાના પતિને મળવાના અરમાન હોય પરંતુ નાનાશા ઘરમાં સાસુ અને નણંદની નજરને ચુકાવીને મળવું કેવી રીતે ? છાનીછપની રીતે મળવાની કોશિશ કરે પરંતુ પગમાંની ઝાંઝર ચાડી ખાઈ જાય એની વિમાસણમાં પડેલી આ નવોઢાના મનોભાવોને વ્યક્ત કરતું સુંદર ગીત સાંભળો. છાનું રે છપનું કંઈ થાય નહીં, થાય નહીં, ઝનકે ના ઝાંઝર [...]