Archive for the 'અવિનાશ વ્યાસ' Category

રામ તમે સીતાજીની તોલે ન આવો

Thursday, January 7th, 2010

પુરુષપ્રધાન સમાજમાં બધું પુરુષની નજરે જ જોવાય છે અને મૂલવાય છે. ભગવાન રામ પણ એ નજરે જ જોવાયા. એમના બધા જીવનપ્રસંગો સ્વીકારાયા પણ ધોબીના કહેવાથી એમણે સીતાનો ત્યાગ કર્યો એ વાત ઘણાંને કઠી. અહીં કવિ સીતા અને રામની તુલના કરે છે અને સિદ્ધ કરે છે કે રામ ભલે ભગવાન કહેવાયા પણ સીતાજીની તુલનામાં તો તેઓ [...]

હું રસ્તે રઝળતી વાર્તા

Sunday, December 20th, 2009

જે દેશમાં નારીને નારાયણી કહી પૂજવામાં આવે તે જ દેશમાં નારીના દેહનો વ્યાપાર થાય છે તે કમનસીબી નથી શું ? પુરુષના સર્જનનું નિમિત્ત બનનાર સ્ત્રી પુરુષને હાથે જ બજારમાં લીલામ થાય એનાથી વધુ દુઃખદ વાત શું હોઈ શકે. એક નારીની વેદના વ્યક્ત કરતું આ ધારદાર અને દર્દીલું ગીત હૈયાને હચમચાવી જાય તેવું છે. સાંભળો લતા [...]

દીકરી તો પારકી થાપણ કહેવાય

Sunday, October 25th, 2009

ગુજરાતી ફિલ્મો સિનેમાઘરમાં જઈને ભાગ્યે જ જોઈ હશે. જે થોડીક જોઈ તે ટીવી પર. પણ કેટલીક ગુજરાતી ફિલ્મના ગીતો હૃદય પર કોરાઈ ગયેલાં છે. આજે એવું જ એક ગીત જે મને ખુબ ગમે છે, સાંભળીએ. પોતાની લાગણીઓને સંયમિત રાખનાર પિતા કન્યાની વિદાય સમયે ધ્રુસકે ધ્રુસકે રોઈ પડે છે. કન્યાની વિદાય એ લાગણીશીલ માતાપિતા માટે વજ્રઘાત [...]

પૂનમની રાત ઊગી

Sunday, October 4th, 2009

આજે શરદપૂનમ છે. ચંદ્રની નીતરતી ચાંદનીમાં અગાસીમાં બેસી દુધપૌંઆ ખાવાનો દિવસ. ખરેખર તો આજના ઘમાલિયા જીવનમાં આપણને નિરાંતે અગાસી પર બેસવાનો સમય જ નથી મળતો. કમ સે કમ શરદપૂર્ણિમાના નિમિત્તે આપણને ઉત્તરાયણની માફક આકાશ તરફ ઊંચે જોવાનો અમુલખ અવસર સાંપડે છે. પૂર્ણિમાના દિને સોળે કલાએ ખીલેલા ચંદ્રનું વર્ણન કરતા કવિઓની કલમ થાકી નથી. આજે અવિનાશભાઈ [...]

દાડમડીના દાણા રાતાચોળ

Sunday, September 27th, 2009

મિત્રો, આજે સાંભળીએ એક મજાનું ગીત-ગરબો.
(આલ્બમ – અમર સદા અવિનાશ, સ્વર – શિવાંગી)
[Audio clip: view full post to listen]
વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી
દાડમડીના દાણા રાતાચોળ, રાતાચોળ સે
પગમાં લક્કડ પાવડી ને જરીયલ પ્હેરી પાઘલડી
પાઘલડીનાં તાણાં રાતાચોળ, રાતાચોળ સે…..વગડાની.
આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે,
ઈશાની વાયરો વિંઝણું [...]