Archive for the 'ચાતક' Category

કારણ પૂછો નહીં

Tuesday, March 20th, 2012

કોઈને ચાહવાના કારણ પૂછો નહીં, આંસુને આવવાના કારણ પૂછો નહીં. પ્રકરણ લખેલ પ્રેમનાં દિલની કિતાબમાં, ભૂંસીને વાંચવાના કારણ પૂછો નહીં. એના મિલનની ઝંખના મૃગજળ બની હશે, રણને તરી જવાના કારણ પૂછો નહીં. સપનાંની લાશને તમે ઉંચકીને જોઈ લો, જીવનથી થાકવાનાં કારણ પૂછો નહીં. પીડાઓ વાંઝણી કદી મળતી નથી અહીં, આંખોથી વરસવાના કારણ પૂછો નહીં. મંઝિલ મળી [...]

પાછાં ગયા

Thursday, March 15th, 2012

કમનસીબી આંખની કે બ્હારથી પાછાં ગયા, સ્વપ્ન સોનેરી જીવનના ભારથી પાછાં ગયાં. જિંદગી ખંડેર જેવી જર્જરિત ન્હોતી છતાં, ભાગ્યના હાથોય જીર્ણોધ્ધારથી પાછાં ગયાં. એ જ અવઢવમાં હજી પણ આંખ મીંચાતી નથી, આપનાં પગલાં હશે, જે દ્વારથી પાછાં ગયા. આપને જોયા હશે એણે કિનારા પર ઊભા, એટલે સૌ કાફલા મઝધારથી પાછાં ગયા. શ્વાસના અશ્વોની જેવી હણહણાટી [...]

ભીતર સળગવાનો

Saturday, March 10th, 2012

હકીકતને હથેળીમાં લઈ દર્પણ નીકળવાનો, સૂરજ જેવા સૂરજને આગિયા સામે પટકવાનો. ચરણને રોકવા દુનિયા કરી લે ધમપછાડા પણ, અડગ નિર્ધારથી રસ્તો જઈ મંઝિલને મળવાનો. હૃદયમાં લાખ છૂપી હો પ્રણયની વાત એથી શું, અધર પર આવતાં નક્કી પ્રણય વચ્ચે અટકવાનો હવા સાથે બદનની ગૂફ્તગૂ કાયમ નહીં ચાલે, ગમે ત્યારે અચાનક શ્વાસનો સંચો બટકવાનો. તમસના હાથ ટૂંપો [...]

શું કામ ?

Monday, March 5th, 2012

આ સન્નાટાના ઘરમાંહી શું કામ ઉદાસી ભટકે છે ? શું કામ સમયના કાંટાઓ વીતેલી વાતો પટકે છે ? આ રણની માફક ફેલાતી ઘનઘોર ઉપેક્ષાનું કારણ ? જેનાં મૂળિયાંઓ વ્હાલ હતા એ વૃક્ષ હવામાં લટકે છે. એ સ્નાન કરીને ઘરમાંથી દરરોજ અગાશીમાં આવે, કાળા ભમ્મરિયાં કેશ નહીં, એ દિલના તારો ઝટકે છે. એની આંખોમાં આંસુ જોઈ [...]

હવે શક્યતા નથી

Thursday, March 1st, 2012

રસ્તે ફરી મળાય, હવે શક્યતા નથી, હૈયાની વાત થાય, હવે શક્યતા નથી. જે ડાળ પર સવારમાં કલરવ થતો હતો, ગીતો નવા ગવાય, હવે શક્યતા નથી. મઝધારમાં તું હોત તો દરિયો તરી જતે, ખાબોચિયું તરાય, હવે શક્યતા નથી. ભૂલી જઈશ, આપતાં આપી દીધું વચન, મારાથી એ પળાય, હવે શક્યતા નથી. તું આંખ બંધ રાખવા કોશિશ કરી [...]