Archive for the 'ચાતક' Category

જીહજૂરી હોય છે

Sunday, January 15th, 2012

કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે, જિંદગી તોયે મધૂરી હોય છે. દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી, જીભ પણ ક્યારેક તૂરી હોય છે. એક છત નીચે રહે બે માનવી, જોજનોની તોય દૂરી હોય છે. એ પથારીમાં પછી પડખાં ઘસે, યાદને જેણે વલૂરી હોય છે. રણ થવાનું એટલું સહેલું નથી, લાગણી ઊંડે ઢબૂરી હોય છે. શક્ય છે, [...]

લાગ શોધે છે

Tuesday, January 10th, 2012

ચાંદનીમાં ચાંદ કેરા દાગ શોધે છે ! રાખમાં એ આગના સુરાગ શોધે છે ! મદભરી મોસમ મળેલી માણવા માટે, કોયલોની કૂક-માં એ રાગ શોધે છે ! જર-જમી-ઝેવર સુધી તો ઠીક છે, કિન્તુ એ તો ‘મા’ની ગોદમાંયે ભાગ શોધે છે ! માતપિતાને રડાવી જિંદગી આખી, શ્રાધ્ધના દિને પછીથી કાગ શોધે છે ! બે ઘડી નિરાંતની માણી [...]

ખાનગી ગણતા નથી

Thursday, January 5th, 2012

સુખ ભલે અવસર, પરંતુ ખાનગી ગણતા નથી ! આવનારાં દુઃખ જીવનમાં કાયમી ગણતા નથી ! સુખ ને દુઃખ – બંનેય કિસ્સામાં વહે છે આંખથી, આમ વહેતું જળ મળે તો લાગણી ગણતા નથી ! એક દૃષ્ટિથી જ ઘાયલ એમણે કીધું હૃદય, કોઈ આંખોથી હણે તો પારધી ગણતા નથી ! નીંદ ને સુખચેન જાયે, ના મળે જેની [...]

ટપાલમાં

Friday, December 30th, 2011

લાચાર વૃક્ષની વ્યથા મૂંગી ટપાલમાં, ટહુકાઓ નીકળે ભલા ક્યાંથી ટપાલમાં. વિસ્તરતું જાય છે સતત સંબંધ કેરું રણ, મૃગજળ વિશે લખાય ક્યાં ભીની ટપાલમાં. નારીની વેદના લઈ ડૂસ્કાં ગયા ઘણાં, પડઘા હજી ઝીલાય ના બ્હેરી ટપાલમાં. ફુલોએ વારતા લખી એના સુહાગની, ઝાકળના બુંદ નીકળ્યા એથી ટપાલમાં. કેવી દશા થઈ હશે એના વિયોગમાં, સરનામું ચીતરી શકી ખાલી [...]

શંકર બની પીધા કરો

Sunday, December 25th, 2011

ક્યાં સુધી દુઃખદર્દની વાતો તમે કીધા કરો, ઝેર જીવનના બધા શંકર બની પીધા કરો. માર્ગ જીવનના કદી સીધા-સરળ હોતા નથી, પત્થરો પ્રારબ્ધના પુરુષાર્થથી સીધા કરો. સ્વીકૃતિની ધારણા પર થાય પ્રસ્તાવો રજૂ, જે હૃદયમાં હોય તે નિશ્ચિંત થઈ કીધા કરો. યાચના કરતાં શરમથી ડૂબવું છોને ભલું, આપવા બેસે ખુદા તો પ્રેમથી લીધા કરો. મોત આવી એક [...]