પ્રાણવાયુ મેળવી લઉં છું
Wednesday, September 1st, 2010(તસવીર – નિસર્ગના ખોળે, દલાઈ લામાના નિવાસસ્થાન મેક્લીયોડગંજની પાસે આવેલ ભાગસુનાગ ગામથી ઉપર પર્વતીય આરોહણ દરમ્યાન, હિમાચલ પ્રદેશ, એપ્રીલ 2010) તમારી યાદમાંથી પ્રાણવાયુ મેળવી લઉં છું, પછી એમાં સુગંધીઓ ફૂલોની ભેળવી દઉં છું. તમારા સ્વર્ગસુંદર સ્નેહભીના સ્પર્શને મોઘમ, મઢી મારા જ મનની ભીંત પર હું ભેરવી દઉં છું. ફરી કિલ્લોલતાં ટોળે વળે છે શ્વાસના પંખી, [...]