કાગળ મળે છે

[Audio clip: view full post to listen] (તરન્નૂમ – રાજૂ યાત્રી) લખું રોજ વાદળ ને ઝાકળ મળે છે ! મને રોજ તડકાનાં કાગળ મળે છે ! સમય સાથ ચાલું છું તોયે જુઓને, મુસીબત કદમ એક આગળ મળે છે ! તકાદા કરે છે તું કેવા મિલનના, મને ફક્ત અધખુલી સાંકળ મળે છે ! તને શોધતાં શોધતાં […]

read more

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા

આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા સમાન ગણાતા ઉમાશંકર જોશીની આ સુપ્રસિદ્ધ રચના. મુક્ત પંખી બનીને વિહરવું, ઘરની બહાર નીકળી પડવું અને જંગલ તથા પર્વતોને ખૂંદી વળવાની કલ્પના કેટલી મધુરી છે. આજે જ્યારે ઓફિસ કે ઘરની ચાર દિવાલો વચ્ચે જ માણસનું મોટા ભાગનું જીવન વ્યતીત થઈ રહ્યું છે ત્યારે ભોમિયા વિના ભમવાની વાત બે ઘડી કાલ્પનિક સ્વર્ગમાં […]

read more

મા મને કોઈ દી સાંભરે નૈ

ઝવેરચંદ મેઘાણીની એક સુંદર કૃતિ. મા વિશે લગભગ બધા સાક્ષરોએ કલમ ચલાવી હશે. માનો પ્રેમ જેને મળે તે જ જાણે. જે કમનસીબ લોકોને માથે માનો સ્થૂળ અમીમય હસ્ત નથી રહેતો તેમને એની ગેરહાજરી કેવી સાલે તેનું સુંદર ચિત્રણ આ કૃતિમાં થયેલું છે. મંદિરમાંના દેવને ફૂલોથી પૂજતી મા જ્યારે સ્વયં મંદિરની દેવી બની જાય છે ત્યારે […]

read more

ચોમાસું ક્યાંક આસપાસ છે

આજે એક ભીનું ભીનું વરસાદી ગીત … તમને થશે વર્ષાઋતુ તો પૂરી થઈ. હવે કેવું વરસાદી ગીત ? પણ હા, આજે ઘણાં વખતે લોસએન્જલસમાં વરસાદનું આગમન થયું. એટલે થયું બારીની બહાર કાળા વાદળો અને ઝરમર ઝરમર વરસાદને જોતાં આ ગીત સાંભળવાની મજા પડશે. સુંદર ગીત તો ગમે ત્યારે સાંભળીએ મજાનું જ લાગે. ખરુંને ? [ […]

read more

નૈયા ઝૂકાવી મેં તો

આજે સાંભળો એક સુંદર અને મનભાવન પ્રાર્થનાગીત. [આલ્બમ: પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર ] [Audio clip: view full post to listen] નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે કોઇનું કોઇ નથી દુનીયામાં આજે તનનો તંબુરો જોજે બેસુરો થાય ના … ઝાંખો ઝાંખો […]

read more

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

સૌ વાચકોને નૂતન વર્ષાભિનંદન. વિક્રમ સંવત 2065નું નવું વર્ષ સૌને સર્વપ્રકારે શુભદાયી અને ફળદાયી નીવડે એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આજે નવા વર્ષ નિમિત્તે સાંભળો મુનિ ચિત્રભાનુએ લખેલ સુંદર પ્રાર્થના બે અલગ અલગ સ્વરોમાં – પ્રથમ સ્વર – મુકેશ, બીજું આલ્બમ – પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર . [Audio clip: view full post to listen] [Audio […]

read more

મંઝિલને ઢૂંઢવા

ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે ચરાતિ ચરતો ભગઃ । અર્થાત્ ફરે તે ચરે ને બાંધ્યો ભૂખે મરે. પ્રગતિ કરવી હોય તો સાહસ કરવું પડે, માદરે વતન છોડીને નવી દિશાઓમાં પગ માંડવા પડે. ગુજરાતની પ્રગતિનું એક કારણ આ સંદેશને આત્મસાત કરી ગુજરાત છોડી વિશ્વભરમાં પોતાના સાહસ, સૂઝ અને મહેનતને બળે સ્થિર થયેલા ગુજરાતીઓનું પીઠબળ છે. જેની એકેક […]

read more

રૂપ કૈફી હતું

આજે સાંભળો એક કેફ ચઢી જાય એવી ગઝલ. શોભિત દેસાઈની રચનાને પંકજ ઉધાસે સ્વર આપીને વધુ કૈફી બનાવી છે. આ સુંદર રોમેન્ટીક ગઝલમાં એક નાજુક અને સુંદર મુલાકાતને વણી લેવાઈ છે. ગઝલ પહેલાંનું મુક્તક ખૂબ સુંદર, ગઝલ સુંદર અને પંકજ ઉધાસનો મદહોશ કરે તેવો સ્વર. પછી બીજું શું કહેવાનું હોય ? એને તો બસ વારંવાર […]

read more

કેવા રે મળેલા મનના મેળ

આજે સાંભળીએ એક સદાબહાર ગીત જે વારંવાર સાંભળ્યા છતાં ધરાવાય નહીં. બાલમુકુંદ દવે રચિત આ ગીતને સ્વર આપ્યો છે પ્રસિદ્ધ ગાયકો જનાર્દન અને હર્ષિદા રાવલે. [Audio clip: view full post to listen] કેવા રે મળેલા મનના મેળ ? હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ? ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાની જાળી, જેવી માંડવે […]

read more

મુખડાની માયા લાગી

મેડતાની ધરતી પર જન્મી, દાદા દુદાજી પાસે મોટી થઈ, કૃષ્ણભક્ત મીરાં ચિતોડના રાજ પરિવારમાં આવી. પણ પરણું તો પ્રિતમ પ્યારો .. કહી શ્રીકૃષ્ણ સાથે એણે સાત ફેરા ફરી નાખેલા. એથી રાજમહેલ એને માફક ન આવ્યો. પતિએ આ ઘેલી મીરાંની સાન ઠેકાણે લાવવા જાતજાતના પ્રયત્નો કરી જોયા, ત્રાસ આપી જોયો. પણ એથી તો મીરાંનો કૃષ્ણપ્રેમ છાપરે […]

read more
United Kingdom gambling site click here