તિરાડો મળે છે

સબંધે સબંધે તિરાડો મળે છે, અહીં પ્રશ્ન સૌનો નિરાળો મળે છે ! ઉપેક્ષિત નયનમાં નિરાધાર આંસુ, સતત શ્વાસમાંહી નિભાડો મળે છે. બની પ્રેમ વાદળ ભલે રોજ વરસે, હૃદય-ભોમકા પર વરાળો મળે છે. સમી સાંજ થાતાં સમજ અસ્ત થાતી, પછી ઘરમહીં એક અખાડો મળે છે. અગન હર દિલોમાં, વ્યથા હર જીગરમાં, ફકત લાગણીનો હિમાળો મળે છે. […]

read more

કાગળ મળે છે

[Audio clip: view full post to listen] (તરન્નૂમ – રાજૂ યાત્રી) લખું રોજ વાદળ ને ઝાકળ મળે છે ! મને રોજ તડકાનાં કાગળ મળે છે ! સમય સાથ ચાલું છું તોયે જુઓને, મુસીબત કદમ એક આગળ મળે છે ! તકાદા કરે છે તું કેવા મિલનના, મને ફક્ત અધખુલી સાંકળ મળે છે ! તને શોધતાં શોધતાં […]

read more

એક ઝરણું થાય છે

કંઠમાં ડૂમો વળે તો શ્વાસ ગરણું થાય છે, કેટલી આંખો રડે તો એક ઝરણું થાય છે ! એમના દર્શન તણી છે ઝંખના સૌને છતાં, એમના હાથે વીંધાવા કોણ હરણું થાય છે ? વૃક્ષની ઉદારતા સૌને સહજ સ્પર્શી શકે, એટલે તો આ ધરા પર આમ તરણું થાય છે. જે ક્ષણે ચૂમે ગગનમાં ચાંદ સૂરજનું બદન, સ્પર્શના […]

read more

મુલાકાત

કેટલીક પળો જીવનની યાદગાર પળો હોય છે. એ જીવનને નવો વળાંક આપે છે, પરિવર્તનની દિશા ચીંધે છે. કેટલીક મુલાકાતો પણ એવી જ ચિરસ્મરણીય હોય છે, એને વારંવાર મમળાવવી ગમે છે, એની સ્મૃતિ જીવવાનું બળ પૂરું પાડે છે. વિખૂટાં પડવું અને મળવું જીવનની વાસ્તવિકતા છે, એનો સ્વીકાર કરી વિરહની પીડા અને ભાવિ મિલનની કલ્પના – બંનેથી આંખ […]

read more
United Kingdom gambling site click here