તિરાડો મળે છે

સબંધે સબંધે તિરાડો મળે છે, અહીં પ્રશ્ન સૌનો નિરાળો મળે છે ! ઉપેક્ષિત નયનમાં નિરાધાર આંસુ, સતત શ્વાસમાંહી નિભાડો મળે છે. બની પ્રેમ વાદળ ભલે રોજ વરસે, હૃદય-ભોમકા પર વરાળો મળે છે. સમી સાંજ થાતાં સમજ અસ્ત થાતી, પછી ઘરમહીં એક અખાડો મળે છે. અગન હર દિલોમાં, વ્યથા હર જીગરમાં, ફકત લાગણીનો હિમાળો મળે છે. […]

read more

કાગળ મળે છે

[Audio clip: view full post to listen] (તરન્નૂમ – રાજૂ યાત્રી) લખું રોજ વાદળ ને ઝાકળ મળે છે ! મને રોજ તડકાનાં કાગળ મળે છે ! સમય સાથ ચાલું છું તોયે જુઓને, મુસીબત કદમ એક આગળ મળે છે ! તકાદા કરે છે તું કેવા મિલનના, મને ફક્ત અધખુલી સાંકળ મળે છે ! તને શોધતાં શોધતાં […]

read more

મળી આવે કવિતાઓ

પરીની વારતાઓમાં સરી આવે કવિતાઓ, કદી આંગણમહીં બાળક બની આવે કવિતાઓ. અવાચક થઈ તમે ઊભા રહો કોઈ ખડકની જેમ ને ખળખળ ઝરણ થૈને વહી આવે કવિતાઓ. જીવનભર જેમને સંવેદનાઓ સ્હેજ ના સ્પર્શી, હવે એની કબર પર જઈ રડી આવે કવિતાઓ. મળે છે લોહીથી લથપથ બધા અખબારનાં પાનાં, હવે અખબારના પાને નહીં આવે કવિતાઓ. જરૂરી તો […]

read more

સધ્ધર મળે

એક નહીં પણ એકસો સત્તર મળે, ઝાંઝવાની જાત પણ સધ્ધર મળે! ચાંદ સાથે રૂ-બ-રૂ વાતો કરે, કોઈ ચહેરા એટલા અધ્ધર મળે. ને મરણની બાદ પણ મ્હેંક્યા કરે, આદમીરૂપે કદી અત્તર મળે. લાગણીના કાન સરવા રાખ, તો ઢાઈ અક્ષરનો તને મંતર મળે. આયનામાં ઝાંખ, આતમરામજી, ક્યાંક સૂતો એક દસકંધર મળે. શબ્દના પ્હાડો ઉલેચી નાખતાં, શક્ય ‘ચાતક’, […]

read more

ઝળહળે એના ઘરે

[Audio clip: view full post to listen] (તરન્નુમ – રાજુ યાત્રી) કોઈ દૂરી ક્યાં નડે છે પ્હોંચતા એના ઘરે, હું અહીં દીપક જલાવું, ઝળહળે એના ઘરે. વર્ણ-જાતિ-ભેદની તકરારના કિસ્સા ખતમ, રંક-રાજા સહુ મળે છે પ્રેમથી એના ઘરે. એક બાળકનું કુતૂહલ એટલે શમતું નથી, કોઈ પંડીત-મૌલવી દીઠા નહીં એના ઘરે. એ જ શ્રદ્ધા સાથ કે એ […]

read more

મલ્હારમાં ગાવું ઘટે

[Audio clip: view full post to listen] (તરન્નુમ – રાજુ યાત્રી) ઝાંઝવા થૈને સરોવરમાં કદી ન્હાવું ઘટે, જિંદગીના ગીતને મલ્હારમાં ગાવું ઘટે. વેદના વચ્ચે ખડકની જેમ ઊભા શું તમે, લાગણીના સ્પર્શથી ક્યારેક ચીરાવું ઘટે. એમની વાતો સરળ ને સાવ સીધી હોય, છો, એમની વાતે કદી અમથુંય ભરમાવું ઘટે. રેતના ઘર બાંધવા હેતાળ સાગરના તટે, આપણે […]

read more

પરદેશગમન

[Audio clip: view full post to listen] (તરન્નુમ – રાજુ યાત્રી) કેટલાં ઘર-ગામ-ફળિયાંને રડાવી જાય છે, દેશ મૂકીને કોઈ પરદેશ ચાલી જાય છે. લોહીના સંબંધ, કોમળ કાળજાં સ્નેહીતણાં, લાગણીના તાર પળમાં કોઈ કાપી જાય છે. કમનસીબી કેટલી કે ઘેલછામાં અંધ થઇ, પામવા માટી, ખજાનાને ફગાવી જાય છે. ઝૂલતો હીંચકો, ટકોરા બારણે ઘડિયાળનાં, એક સન્નાટો ફકત […]

read more

વરસો ચાળીને હવે થાક્યા

[Audio clip: view full post to listen] વરસો ચાળીને હવે થાક્યા, બા મારા, વરસો ચાળીને હવે થાક્યા. ઘરનો થૈ મોભ હવે હાંફ્યા, બા મારા, વરસો ચાળીને હવે થાક્યા. તુલસીના ક્યારે જઈ ઘીના દીવા કર્યા, દુઃખના દાવાનળથી કોદિયે ના ડર્યા બોર બોર આંસુડા જાળવી જતનભેર સેવામાં રામની એણે સપ્રેમ ધર્યા, ધારેલા તીર બધા તાક્યા … બા […]

read more

દૃશ્ય ક્યાંથી લાવવા ?

આંખને ઠારી શકે એ દૃશ્ય ક્યાંથી લાવવા ? સાવ સીધી વાતમાં રહસ્ય ક્યાંથી લાવવા ? ગામની બૂરાઈના ઢગ દૂર કરવા શક્ત હો, ઘર-ગલી એવા હવે અસ્પૃશ્ય ક્યાંથી લાવવા ? ઊમ્રની સાથે વહીને કાળગર્તામાં ગયા, દોસ્ત, વીતેલા સ્મરણ તાદૃશ્ય ક્યાંથી લાવવા ? સાંજ પડતાં આથમીને અસ્ત થાતાં દેહમાં, ફેર સૂર્યોદય સમા આયુષ્ય ક્યાંથી લાવવા ? ભીંત […]

read more

અવ્યક્ત થઇને ચાલશું

ચોતરફ રણભેર વચ્ચે સ્વસ્થ થઇને ચાલશું, પ્રેમની પાઈ મદિરા મસ્ત થઇને ચાલશું. આંખથી ઝીલી લઈશું ઘાવ, તડકા-છાંયડી, મખમલી પથરાવ વચ્ચે સખ્ત થઇને ચાલશું. જિંદગીભર જેમને જોવા નજર તરસી ગઈ, માર્ગમાં મળશે અગર, આસક્ત થઇને ચાલશું. પ્રેમના એવા શિખર પર પ્હોંચશું કે એમના, શ્વાસ, હૈયા ને રગેરગ રક્ત થઇને ચાલશું. રાતદિ એની ઈબાદત, હરપળે એનું સ્મરણ […]

read more
United Kingdom gambling site click here