તિરાડો મળે છે

સબંધે સબંધે તિરાડો મળે છે, અહીં પ્રશ્ન સૌનો નિરાળો મળે છે ! ઉપેક્ષિત નયનમાં નિરાધાર આંસુ, સતત શ્વાસમાંહી નિભાડો મળે છે. બની પ્રેમ વાદળ ભલે રોજ વરસે, હૃદય-ભોમકા પર વરાળો મળે છે. સમી સાંજ થાતાં સમજ અસ્ત થાતી, પછી ઘરમહીં એક અખાડો મળે છે. અગન હર દિલોમાં, વ્યથા હર જીગરમાં, ફકત લાગણીનો હિમાળો મળે છે. […]

read more

કાગળ મળે છે

[Audio clip: view full post to listen] (તરન્નૂમ – રાજૂ યાત્રી) લખું રોજ વાદળ ને ઝાકળ મળે છે ! મને રોજ તડકાનાં કાગળ મળે છે ! સમય સાથ ચાલું છું તોયે જુઓને, મુસીબત કદમ એક આગળ મળે છે ! તકાદા કરે છે તું કેવા મિલનના, મને ફક્ત અધખુલી સાંકળ મળે છે ! તને શોધતાં શોધતાં […]

read more

ઝળહળે એના ઘરે

[Audio clip: view full post to listen] (તરન્નુમ – રાજુ યાત્રી) કોઈ દૂરી ક્યાં નડે છે પ્હોંચતા એના ઘરે, હું અહીં દીપક જલાવું, ઝળહળે એના ઘરે. વર્ણ-જાતિ-ભેદની તકરારના કિસ્સા ખતમ, રંક-રાજા સહુ મળે છે પ્રેમથી એના ઘરે. એક બાળકનું કુતૂહલ એટલે શમતું નથી, કોઈ પંડીત-મૌલવી દીઠા નહીં એના ઘરે. એ જ શ્રદ્ધા સાથ કે એ […]

read more

મલ્હારમાં ગાવું ઘટે

[Audio clip: view full post to listen] (તરન્નુમ – રાજુ યાત્રી) ઝાંઝવા થૈને સરોવરમાં કદી ન્હાવું ઘટે, જિંદગીના ગીતને મલ્હારમાં ગાવું ઘટે. વેદના વચ્ચે ખડકની જેમ ઊભા શું તમે, લાગણીના સ્પર્શથી ક્યારેક ચીરાવું ઘટે. એમની વાતો સરળ ને સાવ સીધી હોય, છો, એમની વાતે કદી અમથુંય ભરમાવું ઘટે. રેતના ઘર બાંધવા હેતાળ સાગરના તટે, આપણે […]

read more

પરદેશગમન

[Audio clip: view full post to listen] (તરન્નુમ – રાજુ યાત્રી) કેટલાં ઘર-ગામ-ફળિયાંને રડાવી જાય છે, દેશ મૂકીને કોઈ પરદેશ ચાલી જાય છે. લોહીના સંબંધ, કોમળ કાળજાં સ્નેહીતણાં, લાગણીના તાર પળમાં કોઈ કાપી જાય છે. કમનસીબી કેટલી કે ઘેલછામાં અંધ થઇ, પામવા માટી, ખજાનાને ફગાવી જાય છે. ઝૂલતો હીંચકો, ટકોરા બારણે ઘડિયાળનાં, એક સન્નાટો ફકત […]

read more

કંતાય છે ગઝલ

લાગણીના ઢાળ પર સર્જાય છે ગઝલ, તૂટતાં મુશ્કેલથી સંધાય છે ગઝલ. માતૃભૂમિ ગુર્જરીની વાત શું કરવી, રેંટિયાઓ પર અહીં કંતાય છે ગઝલ. સોમનાથે શબ્દ, પાટણથી લઈ પ્રભુતા, શેર સાસણના થકી ગર્ભાય છે ગઝલ. દૂધમલ નવલોહિયાઓના શૂરાતનથી, પાળિયાઓમાં પછી બંધાય છે ગઝલ. ટેક ‘ગાંધી’ની બને ‘સરદાર’ની શૂરતા, જશ્ન-એ-આઝાદી થકી રંગાય છે ગઝલ આપસી સદભાવ, શ્રધ્ધા, ભાઈચારાથી […]

read more

બે ગઝલ

અલગ અલગ સમયે લખાયેલ .. સરખા રદીફવાળી બે ગઝલ …. ભોળા હૃદયને એની ક્યાં જાણ હોય છે, આંખોના આયનામાં અરમાન હોય છે. એને કહી શકો છો નાદાનિયત તમે, સ્વપ્નાં હકીકતોથી અણજાણ હોય છે. ઝાકળનું માન રાખવા પલળી જવું પડે, બાકી તો ફુલનુંય અભિમાન હોય છે. પત્થરને પૂજવા વિશે બીજું તો શું કહું, ઝૂકી જવામાં કોઈનું […]

read more

આંસુઓ પીવાય છે

દુષ્કાળપિડીત માનવીઓની વ્યથા આલેખતી ગઝલ…. એમ તરસ્યા ક્યાં લગી રહેવાય છે ? જળ નહીં તો આંસુઓ પીવાય છે. રણમહીં વરસ્યા કરે છે મૃગજળો, ને હરણ થઈ જીંદગી જીવાય છે. રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે, રોજ મનની માછલી વીંધાય છે. તું લખે છે હસ્તરેખામાં ગઝલ, ને અમારી પાંપણો ભીંજાય છે. આશ તો ‘ચાતક’ બદનનું વસ્ત્ર છે, […]

read more

સારી નથી હોતી

[Audio clip: view full post to listen] સ્વર : મનહર ઉધાસ [ દુનિયામાં સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જે સીધા, ભલા અને સચ્ચાઈના રાહે ચાલનારા હોય તેમને તકલીફો સહેવી પડે છે, તેમને મુસીબતો ઘેરી વળે છે, અને તેમની ડગલે ને પગલે કસોટી થાય છે. જ્યારે અન્યાય અને અધર્મનું આચરણ કરનાર જલસા કરતા દેખાય […]

read more

કહેજે મને તું

ઉદાસી વેડફી જો નાખવાની હોય તો કહેજે મને તું, સુગંધી સાચવીને રાખવાની હોય તો કહેજે મને તું. બધા સુખની, બધા દુ:ખની કથા તારે જ હસ્તક રાખ પણ, કથા સંજોગની આલેખવાની હોય તો કહેજે મને તું. જે શબરી એ ચાખ્યા’તા અને જે તે ન’તા ચાખ્યા કદી પણ, એ ભક્તિ બોરની જો ચાખવાની હોય તો કહેજે મને […]

read more
United Kingdom gambling site click here