કેમ લોઢું થાય છે

સૂર્યને ઘર આવતાં ક્યારેક મોડું થાય છે, સાંજની ઈચ્છા થકી ક્યાં આભ કાળું થાય છે. લાખ અરમાનો લઈને રાત ઊભી હો છતાં, ચાંદની આંગણ ભરે ત્યારે જ વાળું થાય છે. એક જગ્યા પર ઊભું રહી વૃક્ષ કંટાળે છતાં, ક્યાંક જઈ આવે ટહેલવા, એમ થોડું થાય છે. સત્યના સઘળા પ્રયોગો ભોંયમાં દાટ્યા પછી, દીન મા થી […]

read more

માણસ થવાતું હોય છે

ડાળને છોડી જતાં બેહદ મૂંઝાતું હોય છે, પાન, નક્કી પાનખરથી ભોળવાતું હોય છે. આંગળી કોની અડે એના ઉપર આધાર છે, સાવ નાજુક સ્પર્શથી દાઝી જવાતું હોય છે. બાંકડાની હૂંફ, પડછાયો, બગીચાની હવા, આપણાથી ક્યાં બધું ઘરમાં લવાતું હોય છે. આપણે જન્મીને માતાની કૂખે, બાળક થયા, કેટલા યત્નો પછી માણસ થવાતું હોય છે. એ ખરું, આશા […]

read more

રહેવા દો

[Painting by Donald Zolan] તણખા ઉપર રાખ વળી છે, રાખ વળેલી રહેવા દો, આંખોથી સમજાવો સાજન, આજ હથેળી રહેવા દો. સૂરજના તડકાથી સળગે આંખોમાં સપનાનાં વન, કુંપળ જેવી કોમળ મારી સાંજ સજેલી રહેવા દો. કીડિયારાની માફક શમણાં ઉમટે છે ત્યાં સ્થિર થવા, શહેર તમે વિસ્તારો ચોગમ, ગામ-હવેલી રહેવા દો. સમજણની દુનિયાથી બેશક બચપણને રળિયાત કરો, […]

read more

પલાળી જાય તો સારું

હૃદયનું દર્દ જલદી બ્હાર આવી જાય તો સારું, ખુણેખુણા નયનનાં એ પલાળી જાય તો સારું. ઉદાસીએ લગાવેલા છે ડેરા કૈંક વરસોથી, કોઈ એના બધા તંબુ ઊઠાવી જાય તો સારું. સતત ભારેલ અગ્નિના સમું વાતાવરણ મનમાં, કોઈની યાદ માચીસ ના લગાવી જાય તો સારું. અમરપટ્ટાની ઈચ્છાથી જીવી રહી કૈંક ઈચ્છાઓ, મરણ કોઈ રીતે એને પટાવી જાય […]

read more

કવિતા સાથ છોડે છે

કલમ વેચાય છે ત્યારે કવિતા સાથ છોડે છે, ધરી સંવેદનાનું રૂપ આંસુ આંખ છોડે છે. હવાના કોઈ ખૂણામાં હશે નક્કી સુગંધીઓ, જરા રોકાઈને એથી જ માણસ શ્વાસ છોડે છે. તમારું ગામ છોડીને તમે છોને શહેર આવો, તમોને કોઈ દિવસ ક્યાં તમારું ગામ છોડે છે. બધાએ મોત પાસે આખરે ચાલી જવાનું પણ, સરળતાથી જીવન ક્યાં કોઈનોયે […]

read more

सयाने हो गये

मीतिक्षा.कोम के सभी वाचकों को दिपावली तथा नूतन वर्ष की ढेर सारी शुभकामनायें । आपके जीवन में खुशियों का ईन्द्रधनुष हमेशा बना रहें । * गाँव के किस्से पुराने हो गये, दोस्त बचपन के सयाने हो गये । माँ का पालव ओढने के ख्याल से, मेरे सब सपने सुहाने हो गये । इश्क करने की […]

read more

રાણી મળે નહીં

પાણી જપો પણ પાણી મળે નહીં, તરસના દેશમાં વાણી મળે નહીં. તકદીરના કિસ્સા ઘડા જેવા હોય, ભાગ્યરેખાઓ કાણી મળે નહીં. આંસુને પૂછો તો તરત બોલશે, લાગણી હંમેશા શાણી મળે નહીં. પ્રેમના ઘરે કાયમની મોંકાણ, ગોળ મળે પણ ધાણી મળે નહીં. ‘ચાતક’ના હાથમાં બાવન પત્તાં, રાજા ખરાં પણ રાણી મળે નહીં. – © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

read more

થોભાવીને આવ્યો છું

સંવાદોને અધવચ્ચે પડતા મૂકીને આવ્યો છું, ખામોશીના વણખેડ્યા ખેતર ખેડીને આવ્યો છું. સંવેદનભીનાં હોઠો પર આવીને અટકી ગયેલા, શબ્દોને એની મંઝિલ પર પહોંચાડીને આવ્યો છું. સમજાવ્યે પણ ના સમજે એવા લોકોની ભીતરમાં, નાનો, પણ સમજણનો દીવો પેટાવીને આવ્યો છું. કોકરવરણી લાગણીઓને હૈયામાં દફનાવી દઈ, શ્વાસોની ચાદર પર અત્તર ઓઢાડીને આવ્યો છું. દાન, ધરમ, પૂજન, અર્ચન-એ […]

read more

સ્વપ્નનું વસ્ત્રાહરણ

પામવા કોશિશ કરે છે સૌ ખુશાલીનાં હરણ, કોઈને કેડી મળે છે, કોઈને એનાં ચરણ. ઝાંઝવા એ વાત ઉપર એટલે નારાજ છે, કેમ હૈયાની તળેટીમાં જ વિકસી જાય રણ. આંખ એવું વૃક્ષ જેના મૂળિયાં ભીનાં રહે, તરબતર અશ્રુથકી સંવેદનાના આવરણ. યાદ જેવી યાદ જ્યારે વિસ્મરણ રૂપે મળે, પ્રેમનાં ફૂટી શકે કેવી રીતે નિર્મળ ઝરણ. જિંદગી જેણે […]

read more

બારીઓ સહુ બંધ છે

[Painting by Donald Zolan] બારણાંઓ સાવ ખુલ્લાં, બારીઓ સહુ બંધ છે. દોસ્ત, આ દિવાલ જેવો આપણો સંબંધ છે. પાસપાસે તોય કો’દિ એક થાવાનું નહીં, શું હથેળીમાં ચણાયેલા ઋણાનુબંધ છે ! તારા હૈયાનું દરદ કહી નાખ મુજને બેધડક, મારી પાસે આંસુઓનો પૂરતો પરબંધ છે. બારસાખો પર જડેલી આંખના સોગન તને, આવ કે ભીતર હજી તારી છબી […]

read more
United Kingdom gambling site click here