મીતિક્ષા.કોમ
મેં તજી તારી તમન્ના
આજે બેફામની સદાબહાર ગઝલ. જેનો મક્તાનો શેર મહેફિલોની રોનક બની ગઝલપ્રેમીઓના હોઠ પર સદા માટે ગણગણાતો રહે છે. જીવનની અલ્પજીવિતાને ઓછી મદિરા સાથે અને ક્ષણભંગુરતાને ગળતા જામ સાથે સરખાવી મરીઝે સુંદર સંદેશ ધર્યો છે. જીવનના રસને પીવામાં, એને માણવામાં ઉતાવળ કરવાની જરૂર છે. એ ક્યારે ખલાસ થઈ જાય એનો શું ભરોસો ? માણો આ સુંદર [...]]]></description>
અલગ અલગ આ શ્વાસ જવા દે
મિત્રો આજે મારી એક સ્વરચિત કૃતિ. વર્ષાઋતુના પગરણ થઈ ચુક્યા છે. વર્ષા એટલે પ્રેમની ઋતુ. એમાં સમગ્ર પ્રકૃતિ - પશુ, પક્ષીઓ, જીવજંતુ સર્વે પ્રણયના રંગે રંગાઈ જાય તો આપણે સહુ શા માટે બાકાત રહીએ ? વર્ષા એટલે પ્રેમના પ્રગાઢ આલિંગનનું પ્રકૃતિનું ઈજન; બેમાંથી એક થવાનું, અસ્તિત્વને ઓગાળવાનું અને લાગણીઓના અભિષેકનું આહવાન. પ્રેમમાં ધોધમાર વરસાદ જ [...]]]></description>
આપનું મુખ જોઈ
આજે આદિલ મન્સૂરીની એક સુંદર ગઝલ મનહર ઉધાસના સ્વરમાં.
દિલને ગમતીલો ઘાવ ત્યાં ઘેરો ન મળ્યો
માત્ર એકાંત મળ્યું, કોઈ ઉમેરો ન મળ્યો
આપણા યુગનું આ કમભાગ્ય છે કેવું ભારે
કે ગયા ચાંદ સુધી ને કોઈ ચહેરો ન મળ્યો.
આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.
જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.
આંસુઓમાં [...]]]></description>
મીઠી માથે ભાત
મિત્રો, આજે એક સુંદર રચના જે શાળામાં ભણવામાં આવતી હતી. ખેતી કરીને ગુજરાન ચલાવતા પટેલ દંપતીની વાત. એમને એક સુંદર પુત્રી - નામે મીઠી. રોજ બપોરે ભોજન માટે આવતા પિતાને કોઈ કારણોસર આવવામાં મોડું થયું તો પોતાની માતાની રજા લઈ એમને ખેતરે ભાત આપવા માટે નાનકડી મીઠી નીકળે છે. ખેતરે જતાં વચ્ચે સીમમાં શિયાળ, વાઘ [...]]]></description>
પગ મને ધોવા દ્યો
રામાયણમાં આવતો કેવટનો પ્રસંગ ખુબ જાણીતો છે. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા સાથે જ્યારે વનમાં જવા નીકળે છે ત્યારે માર્ગમાં ગંગા પાર કરવા માટે કેવટની નાવમાં બેસે છે. જેના ચરણના રજના સ્પર્શથી પથ્થરની શીલા અહલ્યા બની તેનાં ચરણો પોતાની નાવમાં પડે અને રખેને નાવ પણ નારી બની જાય તો આજીવિકાનું સાધન ચાલ્યું જાય એવી ચતુર [...]]]></description>
ઉમર ખૈયામની રુબાઈઓ - 7
મિત્રો, આજે ઘણાં દિવસ પછી ફરી એક વાર માણીએ ઉમર ખૈયામની રુબાઈઓ. ધર્મ-અધર્મ વિશે ઘણું લખાયું છે. બાહ્ય દેખાવથી ધાર્મિક હોવાનો દેખાવ કરતાં લોકો પર કટાક્ષ કરતી રુબાઈઓ આજે માણીએ. ઉમર ખૈયામ વિશે, રુબાઈઓ વિશે અને શૂન્યના આ અદભુત અનુસર્જન વિશે તથા અગાઉ પ્રસિદ્ધ થઈ ગયેલી રુબાઈઓ વાંચવા માટે અનુક્રમણિકા જોવાનું ભૂલશો નહીં.
ઓ શિખામણ આપનારા [...]]]></description>
ટોળાંની શૂન્યતા છું
આજે જવાહર બક્ષી સાહેબની એક સુંદર ગઝલ. આ ગઝલને અનેકવાર માણી છે અને છતાં ધરાવાતું નથી. આપણા બધાની જિંદગીનો સૂર આ ગઝલમાં વ્યક્ત થયો છે. ટોળાંની શૂન્યતા છું, શૂળી ઉપર જીવું છું .. કેટલું બધું કહી જાય છે. આપણે બધા એક રગશિયા ગાડાંમાં સવાર થઈને જિંદગી જીવી રહ્યા છે, જીવનનો મર્મ ભૂલી ગયા છીએ, જીવનને [...]]]></description>
અંતિમ વિદાય
આ રચના શાળામાં ભણવામાં આવતી હતી. પ્રસન્ન દાંપત્યજીવનનો અંત કોઈ એક પાત્રની વસમી વિદાયથી આવે છે. એ કાયમી વિદાયનો અવસર ગમે તેવા પથ્થરહૃદયી માનવને હચમચાવી નાખે છે. અહીં મૃત શરીરને જોતાં એને મનભરીને જોઈ લેવાના છેલ્લા અવસરે મૃત્યુની મંગલમયતા અને સુંદરતાના વિચારે કવિની સંવેદનાનું ભાવજગત પ્રસ્ફુટ થાય છે. અગ્નિની સાક્ષીએ ફેરાં ફરી કાયમ માટે એક [...]]]></description>
પ્રિયતમાનું વર્ણન
આજે એક નજમ. પ્રિયતમા પ્રેમીને એવું અવારનવાર કહેતી નજરે પડે છે કે હું કેવી લાગું છું તે કહો. પણ આ વાત એક કવિ-એક શાયરની છે. એની પ્રિયતમા એને કહે છે કે તમે મારું વર્ણન કરો. સભાઓમાં અન્ય નારીઓનું વર્ણન કરીને વાહ વાહ મેળવનાર શાયરના હૃદયમાં ચક્રવાત સર્જાય છે. જે રૂપકોના પ્રણેતા હોય, જેની પાસે ઉપમાઓ [...]]]></description>
થઇ જશે જ્યારે પ્રણય તમને
મિત્રો, આજે બેફામની એક સુંદર ગઝલ.
સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હૃદય તમને,
થશે તમને ય આવું, થઇ જશે જ્યારે પ્રણય તમને.
હું તમને સાથ દેવા એટલા માટે જ આવ્યો છું,
કદી લાગે ન મારી જેમ એકલતાનો ભય તમને.
મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,
કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.
મને એથી જ કંઇએ દુઃખ નથી [...]]]></description>