ખ્વાબ બનવા જોઈએ

માપ આપો એ પ્રમાણે ખ્વાબ બનવા જોઈએ. આંખને પૂછી દિવસ ને રાત બનવા જોઈએ. પ્રેમ મૌસમ, વાર કે મહીના કશું જોતો નથી, પ્રેમ કરવાના છતાંયે વાર બનવા જોઈએ. સ્પર્શની બારાખડી ના ઉકલે એની બધી, આંગળીના ટેરવાઓ ચાંપ બનવા જોઈએ, બાળપણ છીનવી લીધું એ દુષ્ટ લોકોના ઘરે, ભીંત પરના સૌ લીસોટા સાપ બનવા જોઈએ. જિંદગી સિક્કો […]

read more

સંબંધની સરહદ નથી

લાગણીઓ સાવ બેમતલબ નથી, આપ જેવી અન્યની સૂરત નથી. વિસ્તરે એથી ક્ષિતિજો પ્રેમની, આપણા સંબંધની સરહદ નથી. આપણા સંવાદની ભાષા નયન, શબ્દની જ્યાં કોઈપણ કિમત નથી. પળમહીં વીતી જશે આખું જીવન, શ્વાસ જેવી અન્ય કો’ કરવત નથી. મોતથી નફરત કરું કેવી રીતે, જિંદગી એવીય ખુબસુરત નથી. રોજ વરસો આપ ‘ચાતક’ની ઉપર એટલી દિલદાર તો કુદરત […]

read more

રસ્તાઓ સાદ દે

મંઝિલની આશમાં સતત પગલાંઓ સાથ દે, એવું નથી કે ધારણા કાયમ વિષાદ દે. ભૂલા પડી શકાય ક્યાં એની તલાશમાં ? દિવાનગીના શહેરમાં રસ્તાઓ સાદ દે. ઈશ્વર, નમીને માંગવું કોને હશે પસંદ, તું જો ઉદાર હોય તો લંબાતો હાથ દે. તારી કને હજારમાં દર્દો પડ્યાં હશે, આપે તો જોઈ જોઈને બે-ચાર, ખાસ, દે. તારી સમજ વિશે […]

read more

પાડોશમાં રહેતું નથી

[On board Sapphire Princess, Alaska(2009)] પ્રિય મિત્રો, આજે મીતિક્ષાબેન અને મીતિક્ષા.કોમ બંનેનો જન્મદિવસ છે. આપના પ્રેમ અને લાગણી થકી આ વેબસાઈટ આજે પાંચ વરસ પૂરા કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશે છે. વેબસાઈટ શરૂ કરી ત્યારે ખબર પણ ન હતી કે એ આવી અને આટલી મજલ કાપશે અને આવો સુંદર પ્રતિસાદ મેળવશે. આપના ઉમળકા અને સ્નેહ માટે […]

read more
United Kingdom gambling site click here