કોઈ ઘટના નથી એ વાતને બીના બનાવી છે, અમે નિજ શ્વાસને સિતાર ને વીણા બનાવી છે. લીલીછમ ડાળખીથી એક ટહુકાનું ખરી પડવું, અમે એને હૃદયની કારમી પીડા બનાવી છે. ધનીના એક આંસુથી જ સર્જાશે મહાભારત, દુઃખીના સ્મિતને એથી અમે ગીતા બનાવી છે. હરણ કરવાની કોશિશમાં સતત ભટક્યા કરે છે મન, પ્રભુજી, શું વિચારીને તમે સીતા […]