અભાગી પંખી

માળો છોડી ચાલ્યા પંખી, મૂકી સઘળાં સાથી સંગી. ખાલીપાના ખખડ્યા દ્વારો, એકલતા ક્ષણક્ષણને ડંખી. ઈચ્છાઓના ગામ વચાળે, શમણાંઓ વાચાળ, તરંગી. કૈંક પુરાણી યાદો જડતાં, આંખોએ તોડી સૌ બંધી. વિદેશમાં વર્ષો વીત્યાં પણ સ્વપ્નાંઓ ના થ્યાં ફીરંગી. ખુશ્બુ સાથે પ્રીત કરીને, મેંય પવનની બાંધી કંઠી. ડૂબતો જે રીતે તરણાંને, તુજને શ્વાસો શ્વાસે ઝંખી. પાણી નહીં, પળને […]

read more

અમે પણ જોયા છે

પાનખરે નહીં ખરનારા કૈં પાન અમે પણ જોયા છે, જોગીઓના અડબંગા કૈં ધ્યાન અમે પણ જોયા છે. મહેફિલોમાં વાહ-વાહની વચ્ચે બોલાતા નામો, ને ગુપ્તરૂપે થાનારાં કૈંયે દાન અમે પણ જોયા છે. સંતાનો માબાપોને હડધૂત કરે એવું જ નથી, દેવ ગણીને પૂજનારા સંતાન અમે પણ જોયા છે. આજ કંઠમાં ડૂમો આવે ને તરડાયા સ્વર જેના, મહેફિલને […]

read more

શબ્દોને આભારી છે

સંવેદનના છાપાંઓની એજ ફકત લાચારી છે, આંખોના સૂમસામ ભવનમાં ઘટનાઓની બારી છે. આંસુ સીંચી લીલાં રાખ્યાં રણ અંતરના એણે પણ, ક્યાંક ફુલોને જોઈ એણે ઈચ્છાઓને મારી છે. પ્રશ્ન ઉઠે લોકોના મનમાં રંજ નથી એનો સ્હેજે, પીડે છે કે આભ ચીંધતી એક આંગળી તારી છે. શબ્દ વ્યથાના વાવેતર કરવાનું સાધન માત્ર નથી, મૌન ઘૂંટીને જીરવવાની કૈંક […]

read more

તોય આંખો બંધ છે

અધખુલેલાં બારણાં છે, આવવાની ધારણા છે, તોય આંખો બંધ છે! આગમનને મન ભરીને માણવાની ચાહના છે, તોય આંખો બંધ છે! દૃશ્યની બારી ઉઘડતાં કેટલી ઘટનાતણા સાક્ષી થવાનો લ્હાવ છે, ને* ખુલવા તત્પર ઊભા બે પાંપણોના બારણાં છે, તોય આંખો બંધ છે! રૂપનું દર્પણ સનમની આંખ છે ને આંખમાં છલકાય છે બેહદ નશો, રૂપને નિહાળવા બેતાબ […]

read more

તું રોકાઈ જા

પ્રિય મિત્રો, મીતિક્ષા.કોમ આજે ચાર વરસની સાહિત્યયાત્રા પૂરી કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કરે છે. આપના સાથ-સહકાર વગર આ સંભવ થઈ શક્યું ન હોત. આ પ્રસંગે પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરનાર સર્વ વાચકમિત્રોનો હૃદયપૂર્વક આભાર. * આંખમાં સપનાં ઘણાં છે, રાત તું રોકાઈ જા, લાખ કહેવાની તને છે વાત, તું રોકાઈ જા. કેટલા પડદા રહસ્યોના હજી ખુલ્યા […]

read more
United Kingdom gambling site click here