કોના વિશે લખવું છે ?

રોજ સવારે મનજી પૂછે કોના વિશે લખવું છે, વીતી વાતો કે આગમની ઘટના વિશે લખવું છે ? પ્રેમ, વ્યથા, સંબંધો ને સંવેદનભીની વાતો કે, કોઈ કહાની, સપનું કે દુર્ઘટના વિશે લખવું છે ? * ચીલાચાલુ લખનારા છે લોક હજારો, મારે તો, ચીલો ચાતરનારા કોઈ અદના વિશે લખવું છે. રાત, દિવસ, મહિનાઓ જેના ખાખ થયા મંઝિલ […]

read more

આંખો સજલ નથી

[Painting by Donald Zolan] હૈયું રડે છે તે છતાં આંખો સજલ નથી, આ લાગણીનાં દોસ્ત, પુરાવા સરળ નથી. રસ્તે જતાં ને આવતાં દૃશ્યોની લઉં મઝા, મંઝિલને પામવા ભલા મારી સફર નથી. આપી હૃદયને દર્દની અણમોલ ભેટ તેં, તારી કૃપામાં ઓ પ્રભુ, કોઈ કસર નથી. બાળક, યુવાન, વૃદ્ધ ને અંતે મરણ થતું, જીવનની વારતા અહીં એવી […]

read more

એના અભાવમાં

કેવી ઘટી હશે ભલા ઘટના તળાવમાં, રોઈ રહ્યાં છે માછલાં જળના પ્રવાહમાં. માણસ કરી ગયો ફરી સંબંધની કતલ વૃક્ષોની જાત એટલે સઘળી તનાવમાં. આંસુને લૂછવા વિહગ આવી શકે નહીં, ટહુકાઓ મોકલી દીધા એથી ટપાલમાં. બેચેન થૈ જવા સુધી પ્હોંચી ગઈ કથા, ઉછળી રહ્યો છે એટલે સાગર લગાવમાં. ઉત્તર ગળી શકાય ના પૂછેલ પ્રશ્નનો, પૂછો નહીં […]

read more

પડછાયો છે

કોઈ દિવસ હું રડી પડું, પણ બોસ, સખત પડછાયો છે, મારો હમદમ, મારો એક જ દોસ્ત, ફકત પડછાયો છે. હર્ષ-શોકના દ્વંદ્વયુદ્ધમાં હાર-જીત છે પળપળની, હોય ગમે તેવી ક્ષણ છોને, સાથ સતત પડછાયો છે. તેજ-તિમિરના આટાપાટા, દૃશ્ય જગતની માયાજાળ, આંખોના અખબાર મથાળે કોણ લખત પડછાયો છે. સૂરજના ઉગવાનું કારણ સમજણની સીમા પર છે, પૂછો જઈ એને […]

read more

ગરીબ મા

[Painting : Amita Bhakta] બાળક છે કુખમાં અને ચ્હેરો ઉદાસ છે, આંખોમાં કેટકેટલાં સ્વપ્નોની લાશ છે. કેવળ સુખોની કલ્પના જ્યોતિ ધરે નહીં, હૈયું જલે છે એટલે ઘરમાં ઉજાસ છે. વરસી શકી ન ચાંદની એના છજા ઉપર, પૂનમની રાત આંગણે, ભીતર અમાસ છે. કેવી વિવશ હશે જુઓ, પાવા કશું નથી, બહાનું કરે છે એટલે, તૂટ્યો ગિલાસ […]

read more

મૂંઝવણમાં હતો

આયનો એથી જ આજે કૈંક મૂંઝવણમાં હતો, આભને અજવાળનારો ચાંદ આંગણમાં હતો. આંખમાં થીજી ગયેલાં વાદળાંઓની કસમ, એક તરડાયેલ ચહેરો ક્યાંક દર્પણમાં હતો. લાગણીની વાત આવી, પાંપણો વચ્ચે પડી, કેટલો વિશ્વાસ એને ડૂબતાં જણમાં હતો. ખુબસુરત છોકરીથી વાત કરવી શી રીતે, ગામનો પ્રત્યેક વ્યક્તિ એના સગપણમાં હતો. જીતવા માટે ભલા, મારા પ્રયત્નો ક્યાં હતા, હારવું […]

read more
United Kingdom gambling site click here