કૈંક જડવું જોઈએ

જાતને ખોયા પછીથી કૈંક જડવું જોઈએ, શબ્દની સાથે રહો તો કૈંક અડવું જોઈએ. દુશ્મનો સાથે લડીને એટલું સાબિત થયું, જીતવા માટે અરીસા સાથ લડવું જોઈએ. પ્રેમ એ કોઈ પ્રયત્નોથી થતી ઘટના નથી, પ્રેમમાં બાળક બનીને સાવ પડવું જોઈએ. દ્વારની સંવેદનાઓ સ્પર્શતે કેવી રીતે, લાગણી દર્શાવવા એણે ખખડવું જોઈએ. હોય શી પીડા પતનની દોસ્ત, એને જાણવા, […]

read more

गिनाये भी नहीं जाते

हिन्दी में गज़ल लिखनी मैंने अभी-अभी शुरू की है। इस ब्लोग पर हिन्दी में प्रस्तुत की गई यह मेरी प्रथम गज़ल है । यह आपको कैसी लगी ये जरूर बताईयेगा, आपके प्रतिभावों का मुझे इंतजार रहेगा । कई किस्से मुहोब्बत के सुनाये भी नहीं जाते मिले जो घाव अपनों से, बताये भी नहीं जाते उदासी […]

read more

પ્રેમરોગીની મુસીબત

શ્વાસમાં માળો કરીને એક પંખી ગાય છે, રક્ત, હૈયે ને રગેરગ એ સૂરો રેલાય છે. આંખની ખામોશ ભાષા ભાવ દિલના ગણગણે, લાગણીની વારતા ક્યાં કોઈને કહેવાય છે. થોકબંધી સ્વપ્ન, સાચાં જે કદી ના થઈ શકે, એ ખરલની જેમ મનમાંહી સતત ઘૂંટાય છે. પ્રેમના જેવી કરામત ના મળે દુનિયામહીં, જ્યાં અલગ હોવા છતાંયે સહજીવન જીવાય છે. […]

read more

તું ગઈ છે જ્યારથી …

ચાંદની રોનક ગઈ છે, તું ગઈ છે જ્યારથી, કેટલી મૌસમ રડી છે, તું ગઈ છે જ્યારથી. ભીંત, બારી, બારણાંની એક જેવી છે દશા, શૂન્યતાઓ વિસ્તરી છે, તું ગઈ છે જ્યારથી. એમ લાગે છે હૃદય ભૂલી ગયું ધબકારને, શ્વાસ થઈ ખાતાવહી છે, તું ગઈ છે જ્યારથી. લાગણી દરિયો બનીને આંખમાં ઘુઘવ્યા કરે, પાંપણો ભીંજાયલી છે, તું […]

read more

થઈ જાય છે આઝાદ

સમયના હાથથી વીતેલ ક્ષણ થઈ જાય છે આઝાદ, સૂરજ ચાહે ન ચાહે પણ કિરણ થઈ જાય છે આઝાદ. પહોંચે માનવી મંઝિલ સુધી એનો અરથ એવો, ગતિ કરવાની આદતથી ચરણ થઈ જાય છે આઝાદ. વિચારો ઝાંઝવા થઈને ભગાવે છે સતત મનને, કલમ મળતાં જ હાંફેલા હરણ થઈ જાય છે આઝાદ. તમારું આવવું, ના આવવું, બંનેય સરખું […]

read more
United Kingdom gambling site click here