ઘાવ ભરતો હોય છે

સહુ વાચકમિત્રોને Merry Christmas !! ====================== જિંદગી નામે અજાયબ એક તખ્તો હોય છે, આદમી જેની ઉપર દૃશ્યો ભજવતો હોય છે. ક્યાં મળે મરજી મુજબ સૌને અભિનયની તકો ? કોઈ છે, જે આપણી કિસ્મતને લખતો હોય છે. એ ભલા ક્યાંથી તને ઉગારવાનો દુઃખમહીં, ચંદ સિક્કાઓ વડે જે ખુદ પટતો હોય છે. રાત-દિ જેને કપટ સાથે ઘરોબો, […]

read more

કોઈપણ બારી નથી

[Painting by Donald Zolan] સ્વપ્ન જેવી કોઈપણ બારી નથી, શક્યતાઓ કોઈ દિ’ હારી નથી. એક શમણું હુંય લઈને આવું, પણ પાંપણોએ વાત ઉચ્ચારી નથી. તું હજીયે આંખમાં આવી શકે, રાત કોઈ નામ ઉધારી નથી. કેમ મસ્તક આપણાં ઝૂકી પડે ? પ્રેમ કરવો કોઈ બિમારી નથી. રાતદિવસ હો મિલનની ઝંખના, એટલી દિવાનગી સારી નથી. શ્વાસ જાવાને […]

read more

શોધી બતાવ તું

મારી જ ધારણા, કરી ખોટી, બતાવ તું, તૂટેલ તાંતણા ફરી જોડી બતાવ તું. સપનાના દ્વારને હજુ સાંકળ જડી નથી, આંખોના આસમાનમાં ઊડી બતાવ તું. એકાદ આરઝૂ ભલે ઘાતક બની શકે, એકાદ વારતા મને જીવી બતાવ તું. તારા મિલનની આશમાં ખુદને ભૂલી ગયો, હું કોણ છું, હવે મને પરખી બતાવ તું. મારી તરસને ઠારવા તું શું […]

read more

સમયસર પધારો પ્રભુ

સૌ વાચકમિત્રોને દશેરાની શુભેચ્છાઓ … નથી ધારતા શાને? ધારો પ્રભુ, સુદર્શનનો મહિમા વધારો પ્રભુ. ધરમ સ્થાપવાની જરૂરત નથી, દંભી, દુરાચારી, મારો પ્રભુ. અમારા જ ખાતામાં શાને લખો ? વ્યથા અન્ય નામે ઉધારો પ્રભુ. દુઃખોને ઉચકવામાં નાનમ નથી, જરા સુખની બોણી વધારો પ્રભુ. અમારા કરણ પણ જમુનાનો તટ, બંસી બજાવી સુધારો પ્રભુ. તમારા છે, એથી વધુ […]

read more

છુપાવવી પણ જોઈએ

[Painting by Donald Zolan] કેટલીક સંવેદના છુપાવવી પણ જોઈએ, વ્યક્ત કરવાની સુવિધા ટાળવી પણ જોઈએ. વેદનાની વાત આંસુઓથી કરવી ઠીક નહીં, સ્મિત કરવાની કળા અપનાવવી પણ જોઈએ. લાગણી તો સાવ નાના બાળ જેવી હોય છે, ભીડથી એને જરા સંભાળવી પણ જોઈએ. ને હૃદયના કોઈ ખૂણામાં પડી રે’ ક્યાં લગી, લાગ મળતાં યાદને મમળાવવી પણ જોઈએ. […]

read more

અલવિદા પપ્પા

31 ઓગષ્ટની વહેલી સવારે લગભગ સાડા પાંચ-પોણા છની વચ્ચે ફોન રણક્યો અને તરત બંધ થઈ ગયો. આટલી વહેલી સવારે કોનો ફોન હશે એ વિચાર પૂરો થાય ત્યાં તો સેલફોન રણક્યો. હવે તો મગજ સાથે આંખને પણ જાગવાની ફરજ પડી. જોયું તો ભારતથી ફોન હતો. એક આશંકાએ મનને ઘેરી લીધું. ફોન પરનું પહેલું વાક્ય સાંભળતાં જ […]

read more

ભજન હોય છે

શબ્દોમાં કેવું વજન હોય છે ! ધરતીની સાથે ગગન હોય છે. ગાતાં હૃદયમાં ભરતી ઉઠે, એનું જ નામ ભજન હોય છે. દીપકની વારતા વાંચી તમે ? ઘાતક ક્યારેક પવન હોય છે. રોજરોજ મળવાને આવે સ્નેહે, પીડા જ સાચી સ્વજન હોય છે. જળની પરિભાષા બદલો હવે, આંસુના રૂપે અગન હોય છે. ‘ચાતક’ નિરાશા પળ ના ટકે, […]

read more

ટોચ પર

મૌન પણ ક્યારેક તો અકળાવવાનું ટોચ પર ખીણનું સંગીત વ્હાલું લાગવાનું ટોચ પર. ભીડથી ભાગી ભલેને આપ અહીં આવી ગયા, જાતને ના છે સરળ સંતાડવાનું ટોચ પર. શબ્દ, ઘટના, અર્થની અંતિમ ક્રિયા રસ્તે કરી, ખાલીપાનું બારણું ખખડાવવાનું ટોચ પર. લક્ષ્યને આંબી જવાના જોશમાં ચાલે ચરણ, ધૈર્યની ઉંચાઈ આવી માપવાનું ટોચ પર. ને લઘુતા પીડતી હો […]

read more

कमाल रखते हैं

किसी भी हाल में चहेरे को हम खुशहाल रखते हैं, तमाचा मारकर भी गाल अक्सर लाल रखते हैं । पसीने को हमारे गर कोई आँसू समज ना लें, बहुत कुछ सोचकर हम हाथ में रूमाल रखते हैं । बुरे हालात हैं, अच्छी खबर की ना हमें उम्मीद, कमी महेसूस ना हो खून की, गुलाल रखतें […]

read more

પ્રશ્ન તો ઊભો જ છે

સાંજ થાકીને સૂતી છે, શું થશે કાલે સવારે, પ્રશ્ન તો ઊભો જ છે, રાત પણ જીવી રહી છે એ જ આશાને સહારે, પ્રશ્ન તો ઊભો જ છે. ઓસની બૂંદો સમા બાકી રહેલા ચંદ શ્વાસો ક્ષણમહીં થૈ જાય ભડકો, આંજવાનો આંખમાં છે તોય સૂરજને સવારે, પ્રશ્ન તો ઊભો જ છે. ધારણાની ડાળ પર બાંધી દીધો છે […]

read more
United Kingdom gambling site click here