ટપાલમાં

લાચાર વૃક્ષની વ્યથા મૂંગી ટપાલમાં, ટહુકાઓ નીકળે ભલા ક્યાંથી ટપાલમાં. વિસ્તરતું જાય છે સતત સંબંધ કેરું રણ, મૃગજળ વિશે લખાય ક્યાં ભીની ટપાલમાં. નારીની વેદના લઈ ડૂસ્કાં ગયા ઘણાં, પડઘા હજી ઝીલાય ના બ્હેરી ટપાલમાં. ફુલોએ વારતા લખી એના સુહાગની, ઝાકળના બુંદ નીકળ્યા એથી ટપાલમાં. કેવી દશા થઈ હશે એના વિયોગમાં, સરનામું ચીતરી શકી ખાલી […]

read more

શંકર બની પીધા કરો

ક્યાં સુધી દુઃખદર્દની વાતો તમે કીધા કરો, ઝેર જીવનના બધા શંકર બની પીધા કરો. માર્ગ જીવનના કદી સીધા-સરળ હોતા નથી, પત્થરો પ્રારબ્ધના પુરુષાર્થથી સીધા કરો. સ્વીકૃતિની ધારણા પર થાય પ્રસ્તાવો રજૂ, જે હૃદયમાં હોય તે નિશ્ચિંત થઈ કીધા કરો. યાચના કરતાં શરમથી ડૂબવું છોને ભલું, આપવા બેસે ખુદા તો પ્રેમથી લીધા કરો. મોત આવી એક […]

read more

બારણાં એથી અમસ્તા વાખીએ

કેટલી ક્ષણને સદીમાં રાખીએ, ચાલ ડહાપણને નદીમાં નાખીએ. આજ જોષીનો દિવસ કેવો જશે, હસ્તરેખામાં ફરીથી ઝાંખીએ. સાંજ પડતાં સૂર્ય પણ થાકી જશે, ચાલ દીપકમાં વિસામો રાખીએ. ધૈર્યનો અંજામ કેવો, જાણવા, બોર શબરીના જઈને ચાખીએ. આગમનની શક્યતા ‘ચાતક’ હજી, બારણાં એથી અમસ્તા વાખીએ. – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

read more

પગરવ કરી જુઓ

નોંધ – મિત્રો, મીતિક્ષા.કોમ પર પ્રસિદ્ધ થનાર આ પ૦૦મી પોસ્ટ છે. (અને યોગાનુયોગ મારી અહીં પ્રસિદ્ધ થનાર ૧૦૦મી ગઝલ છે.) જુલાઈ ૨૦૦૮માં આ વેબસાઈટ ખુલ્લી મુકી ત્યારે આ મુકામ સુધી પહોંચાશે એવી કલ્પના ન હતી. આ બ્લોગે ન કેવળ મારા સાહિત્યરસને ઉજાગર કર્યો પરંતુ મને મારી સાથે ઓળખાણ કરાવીને મારી ભીતર વહેતા સંવેદનોને ઝીલવાની તક […]

read more

સીનો તંગ છે !

જિંદગી, તારો અજાયબ રંગ છે, શ્વાસ ફીક્કા તોય સીનો તંગ છે ! એ નથી સાથે તો એથી શું થયું, એમની યાદો તો તારી સંગ છે ! એમણે ચહેરો બતાવ્યો’તો કદી, આયનો આજેય એથી દંગ છે. એમને અડસઠ ભલે પૂરા થયા, એ હજી તસવીરમાં તો યંગ છે. જે ગળે આવે ઉલટથી ગાઈ જા, પ્રેમભીનાં ગીત સહુ […]

read more

અકબંધ રાખી જોઈએ

શક્યતાનાં બારણાંઓ બંધ રાખી જોઈએ, રિક્તતા એવી રીતે અકબંધ રાખી જોઈએ. જાત ઝાકળની લઈને સૂર્યના ઘરમાં જવા, ઓગળે ઝળહળ ન એ પ્રબંધ રાખી જોઈએ. સ્વપ્ન પીડાયે નિરંતર વિસ્મૃતિના રોગથી, આંખ મીંચી બે’ક પળ સંબંધ રાખી જોઈએ. જિંદગી, સંવેદનાનું વસ્ત્ર સરકી જાય ના, અશ્રુઓનો એટલે કટિબંધ રાખી જોઈએ. માછલીને જળ વિશે કાયમ રહ્યો છે, એ રીતે […]

read more
United Kingdom gambling site click here