Archive for June, 2011

આ વેગાસ છે !

Thursday, June 30th, 2011

(તરન્નૂમ – રાજૂ યાત્રી) રોશનીમાં રોજ ગળતું જામ, આ વેગાસ છે. રેતની વચ્ચે મદિરાધામ, આ વેગાસ છે. ભાગ્યનાં પાસાં ફરે જ્યાં રોજનાં રોલેટ*માં, ખણખણે જ્યાં રોકડું ઈનામ, આ વેગાસ છે. ચાંદ-સૂરજની અહીં કરવી પડે અદલાબદલ, સાંજ પડતાં જાગવાનું ગામ, આ વેગાસ છે. રાતના અંધારમાં ખીલી જવાનીને વરે, ઝંખના પર ના અહીં લગ્ગામ, આ વેગાસ છે. [...]

તિરાડો મળે છે

Saturday, June 25th, 2011

સબંધે સબંધે તિરાડો મળે છે, અહીં પ્રશ્ન સૌનો નિરાળો મળે છે ! ઉપેક્ષિત નયનમાં નિરાધાર આંસુ, સતત શ્વાસમાંહી નિભાડો મળે છે. બની પ્રેમ વાદળ ભલે રોજ વરસે, હૃદય-ભોમકા પર વરાળો મળે છે. સમી સાંજ થાતાં સમજ અસ્ત થાતી, પછી ઘરમહીં એક અખાડો મળે છે. અગન હર દિલોમાં, વ્યથા હર જીગરમાં, ફકત લાગણીનો હિમાળો મળે છે. [...]

નામ બાકી છે

Monday, June 20th, 2011

હસે છે હોઠ પણ હૈયે અમારું નામ બાકી છે, સુખદ મુજ સ્વપ્નનો ધારેલ જે અંજામ બાકી છે. જરા શરમાઈને ચાલ્યા જવું પૂરતું નથી હોતું, કહે સૌ જીત એને પણ હજુ ઈનામ બાકી છે. ઉડી ગઈ નીંદ રાતોની, લૂંટાયું ચેન હૈયાનું, સજાઓ ભોગવું કિન્તુ હજુ ઈલ્જામ બાકી છે. મુહોબ્બતમાં મળે છે નામના એવી, કે લાગે છે, [...]

કાગળ મળે છે

Wednesday, June 15th, 2011

(તરન્નૂમ – રાજૂ યાત્રી) લખું રોજ વાદળ ને ઝાકળ મળે છે ! મને રોજ તડકાનાં કાગળ મળે છે ! સમય સાથ ચાલું છું તોયે જુઓને, મુસીબત કદમ એક આગળ મળે છે ! તકાદા કરે છે તું કેવા મિલનના, મને ફક્ત અધખુલી સાંકળ મળે છે ! તને શોધતાં શોધતાં લોક હાંફે, ખુદા, તુંય ભીંતોની પાછળ મળે [...]

ધાર કાઢી આપ તું

Friday, June 10th, 2011

એક આંસુ આંખમાં છે, બ્હાર કાઢી આપ તું, લાગણી સંવેદનાને ધાર કાઢી આપ તું. ચાર ભીંતોમાં ચણી છે મેં હૃદયની આરઝૂ, ઓ ખુદા ! એ ઘર વચાળે દ્વાર કાઢી આપ તું. ટળવળું છું ક્યારનો હું પ્હોંચવા એના ઘરે, શક્ય હો તો સાંકડી પગથાર કાઢી આપ તું. ને ખુલી આંખે અસંભવ હોય જો એનું મિલન, તો [...]