પરખાય છે
Monday, May 30th, 2011વીરની તલવાર એના મ્યાનથી પરખાય છે, સિદ્ધની સાચી અવસ્થા ધ્યાનથી પરખાય છે. કાળજી, પરહેજ, સ્લાહો ને તબીબોની દવા, અંતમાં દર્દીની તબિયત ભાનથી પરખાય છે. વર્ષ વીત્યાની ગણતરીથી બધાને તોલ મા, આદમીની ઉમ્ર એના જ્ઞાનથી પરખાય છે. સખ્ત મહેનતની મહત્તા આજ પણ ઓછી નથી, આદમી છોને મળ્યા સન્માનથી પરખાય છે. એ જ આશાથી હજી હું જાઉં [...]
