Archive for April, 2011

ઝળહળે એના ઘરે

Monday, April 25th, 2011

(તરન્નુમ – રાજુ યાત્રી) કોઈ દૂરી ક્યાં નડે છે પ્હોંચતા એના ઘરે, હું અહીં દીપક જલાવું, ઝળહળે એના ઘરે. વર્ણ-જાતિ-ભેદની તકરારના કિસ્સા ખતમ, રંક-રાજા સહુ મળે છે પ્રેમથી એના ઘરે. એક બાળકનું કુતૂહલ એટલે શમતું નથી, કોઈ પંડીત-મૌલવી દીઠા નહીં એના ઘરે. એ જ શ્રદ્ધા સાથ કે એ વાંચશે કોઈ દિવસ, શ્વાસમાં પત્રો બીડું છું [...]

મલ્હારમાં ગાવું ઘટે

Wednesday, April 20th, 2011

(તરન્નુમ – રાજુ યાત્રી) ઝાંઝવા થૈને સરોવરમાં કદી ન્હાવું ઘટે, જિંદગીના ગીતને મલ્હારમાં ગાવું ઘટે. વેદના વચ્ચે ખડકની જેમ ઊભા શું તમે, લાગણીના સ્પર્શથી ક્યારેક ચીરાવું ઘટે. એમની વાતો સરળ ને સાવ સીધી હોય, છો, એમની વાતે કદી અમથુંય ભરમાવું ઘટે. રેતના ઘર બાંધવા હેતાળ સાગરના તટે, આપણે બાળક બનીને ક્યાંક ખરડાવું ઘટે. રાતદિ ઉપકાર [...]

પરદેશગમન

Thursday, April 14th, 2011

(તરન્નુમ – રાજુ યાત્રી) કેટલાં ઘર-ગામ-ફળિયાંને રડાવી જાય છે, દેશ મૂકીને કોઈ પરદેશ ચાલી જાય છે. લોહીના સંબંધ, કોમળ કાળજાં સ્નેહીતણાં, લાગણીના તાર પળમાં કોઈ કાપી જાય છે. કમનસીબી કેટલી કે ઘેલછામાં અંધ થઇ, પામવા માટી, ખજાનાને ફગાવી જાય છે. ઝૂલતો હીંચકો, ટકોરા બારણે ઘડિયાળનાં, એક સન્નાટો ફકત ઘરમાં સજાવી જાય છે. માવઠું થઈને પછી [...]

વરસો ચાળીને હવે થાક્યા

Monday, April 11th, 2011

વરસો ચાળીને હવે થાક્યા, બા મારા, વરસો ચાળીને હવે થાક્યા. ઘરનો થૈ મોભ હવે હાંફ્યા, બા મારા, વરસો ચાળીને હવે થાક્યા. તુલસીના ક્યારે જઈ ઘીના દીવા કર્યા, દુઃખના દાવાનળથી કોદિયે ના ડર્યા બોર બોર આંસુડા જાળવી જતનભેર સેવામાં રામની એણે સપ્રેમ ધર્યા, ધારેલા તીર બધા તાક્યા … બા મારા પારકાંને પોતાના, પ્રેમે કરતા રહ્યા, જાતે [...]

દૃશ્ય ક્યાંથી લાવવા ?

Tuesday, April 5th, 2011

આંખને ઠારી શકે એ દૃશ્ય ક્યાંથી લાવવા ? સાવ સીધી વાતમાં રહસ્ય ક્યાંથી લાવવા ? ગામની બૂરાઈના ઢગ દૂર કરવા શક્ત હો, ઘર-ગલી એવા હવે અસ્પૃશ્ય ક્યાંથી લાવવા ? ઊમ્રની સાથે વહીને કાળગર્તામાં ગયા, દોસ્ત, વીતેલા સ્મરણ તાદૃશ્ય ક્યાંથી લાવવા ? સાંજ પડતાં આથમીને અસ્ત થાતાં દેહમાં, ફેર સૂર્યોદય સમા આયુષ્ય ક્યાંથી લાવવા ? ભીંત [...]