કંતાય છે ગઝલ
Wednesday, January 26th, 2011લાગણીના ઢાળ પર સર્જાય છે ગઝલ, તૂટતાં મુશ્કેલથી સંધાય છે ગઝલ. માતૃભૂમિ ગુર્જરીની વાત શું કરવી, રેંટિયાઓ પર અહીં કંતાય છે ગઝલ. સોમનાથે શબ્દ, પાટણથી લઈ પ્રભુતા, શેર સાસણના થકી ગર્ભાય છે ગઝલ. દૂધમલ નવલોહિયાઓના શૂરાતનથી, પાળિયાઓમાં પછી બંધાય છે ગઝલ. ટેક ‘ગાંધી’ની બને ‘સરદાર’ની શૂરતા, જશ્ન-એ-આઝાદી થકી રંગાય છે ગઝલ આપસી સદભાવ, શ્રધ્ધા, ભાઈચારાથી [...]
