બે ગઝલ

અલગ અલગ સમયે લખાયેલ .. સરખા રદીફવાળી બે ગઝલ …. ભોળા હૃદયને એની ક્યાં જાણ હોય છે, આંખોના આયનામાં અરમાન હોય છે. એને કહી શકો છો નાદાનિયત તમે, સ્વપ્નાં હકીકતોથી અણજાણ હોય છે. ઝાકળનું માન રાખવા પલળી જવું પડે, બાકી તો ફુલનુંય અભિમાન હોય છે. પત્થરને પૂજવા વિશે બીજું તો શું કહું, ઝૂકી જવામાં કોઈનું […]

read more

ક્ષણનાં પારેવડાંને શોધીએ

ચાલ રવિકિરણોનાં માળામાં જઈને એક ક્ષણનાં પારેવડાંને શોધીએ, ધુમ્મસના દરિયામાં ઘટના ખોવાઈ, જરા હળવે જઈ એને ઊલેચીએ. ફુંદરડે ફરતાતાં, મંદિરની પાળ અને પિપળના પાન હજી યાદ છે, છલકાતી ગાગરમાં મલકાતું જોબન ને ઉઘડેલો વાન હજી યાદ છે, ગજરામાં ગૂંથેલા મોગરાની કળીઓને સંગ સંગ આજ ફરી મ્હોરીએ … ચાલ પરભાતે પાંપણ પર સૂરજના કિરણોની પાથરી પથારીઓ […]

read more

સુખની પરિભાષા

આંગળીઓ કો’ક નોંધારાની પકડી જોઈએ, ચાલ સુખની સૌ પરિભાષાઓ બદલી જોઈએ. ભાવમાં ભીંજાવવાનું સુખ મળે કોઈક વાર, આજ કોઈના અભાવોથીય પલળી જોઈએ. જેમની હરએક પળ સંઘર્ષ છે અસ્તિત્વનો, એમના જીવન કથાનક સ્હેજ પલટી જોઈએ. તેલ દીવામાં પૂરી અંધારને અવરોધવા, અંધ આંખોમાં થઈને નૂર ચમકી જોઈએ. ઓસની બુંદો સમું ‘ચાતક’ જીવન છે આપણું, કોઈના ચ્હેરા ઉપર […]

read more
United Kingdom gambling site click here