તો શું શું થતે

ચાંદની રાતે થતે પરભાત તો શું શું થતે, આંગણે અવસર હતે રળિયાત તો શું શું થતે. બંધ આંખોમાં હતો જે સ્વપ્નનો મેળાવડો, એ હકીકતમાં યદિ પલટાત તો શું શું થતે. જે ગયા મઝધારમાં પાછા કદી આવે નહીં, એ કિનારાને હતે જો જ્ઞાત તો શું શું થતે. આયખું એંઠું કરી જેઓ ગયા સમશાનમાં, એમને જો મોત […]

read more

વિસ્તાર વધતો જાય છે

લાગણીના ગામનો વિસ્તાર વધતો જાય છે, એમ લાગે છે, જગતમાં પ્યાર વધતો જાય છે. સરહદો કાયમ રહે પણ ના રહે શિકવા-ગીલા, તો ખરેખર થાય કે સહકાર વધતો જાય છે. આખરે સ્વીકાર થાશે એમની હસ્તી તણો, ધારણાના બળ ઉપર તોખાર વધતો જાય છે. એ જ કારણથી કબીરા પોક મૂકીને રડે, આજકલ કાશી-અવધ યલગાર વધતો જાય છે. […]

read more

રેશમી સાંકળ હશે

સ્મિત એનું રેશમી સાંકળ હશે, કે હૃદયને ખોલવાની કળ હશે ? આ નિરક્ષર લાગણીને શું ખબર, એમની આંખોમહીં કાગળ હશે. એ સતત સાથે રહી સ્પર્શ્યાં નહીં, જેમ કોઈ પર્ણ પર ઝાકળ હશે. સાત પગલાંની સફર માંડી હતી, એ ખબર ન્હોતી વિઘન આગળ હશે. એ ખડક હોવાનો દાવો શું કરે, શું ફુટેલા તૃણ બધા પોકળ હશે? […]

read more
United Kingdom gambling site click here