આંખોમહીં ઘોળાય છે

શબ્દ એના ઘર સુધી ક્યાં જાય છે ? માર્ગમાં એ તો ફકત ઢોળાય છે. રાત-દિ કોશિશ કરો તોયે કદી, આયનામાં જાત ક્યાં ખોળાય છે? એક અણધાર્યું મિલન એનું હજી સ્વપ્ન થઈ આંખોમહીં ઘોળાય છે. લોહીના સંબંધ પણ અક્ષત નથી, લાગણીઓથી સતત ડહોળાય છે. દર્દની બારાખડી ઘૂંટો પછી, આ કલમને શ્યાહીમાં બોળાય છે. લ્યો ધરમકાંટો તમે […]

read more

લાગણીની ધાર છે

પ્રેમનાં ઓજાર છે, લાગણીની ધાર છે. દોસ્ત, સંબંધો અહીં, ધીકતો વ્યાપાર છે. બોલકા સંવેદનોની ચોતરફ ભરમાર છે. રોજ મુઠ્ઠી સ્મિત ને, રોજ મિથ્યાચાર છે. દંભને અસત્યનો, થાય જયજયકાર છે, લાંચ ને રુશ્વત થકી, થાય બેડો પાર છે. સ્વપ્ન પોતીકાં નથી, જિંદગી નાદાર છે. છે અહંનું મૃગલું, પારધી લાચાર છે. પંચભૂતોનો હવે, પાંગળો આધાર છે. કોણ […]

read more

એક ઝરણું થાય છે

કંઠમાં ડૂમો વળે તો શ્વાસ ગરણું થાય છે, કેટલી આંખો રડે તો એક ઝરણું થાય છે ! એમના દર્શન તણી છે ઝંખના સૌને છતાં, એમના હાથે વીંધાવા કોણ હરણું થાય છે ? વૃક્ષની ઉદારતા સૌને સહજ સ્પર્શી શકે, એટલે તો આ ધરા પર આમ તરણું થાય છે. જે ક્ષણે ચૂમે ગગનમાં ચાંદ સૂરજનું બદન, સ્પર્શના […]

read more

જિંદગી ધીરેધીરે સમજાય છે

પાનખરમાં પાન ખરતાં જાય છે, જિંદગી ધીરેધીરે સમજાય છે. જ્ઞાન બોધિનું મળે ચારે તરફ બુદ્ધ થઈને તોય ક્યાં રહેવાય છે ? એક વીજળીનો ઝગારો લાવતાં, આભને અંધાર આવી જાય છે. હોઠથી પ્રારંભ પામેલી કથા, આંખથી ક્યાં પૂર્ણતઃ કહેવાય છે ? રૂપ ને સૌંદર્યના સ્વામી બની, ફુલ પણ ક્યારેક તો પસ્તાય છે. એ પ્રતિક્ષાનો ખરે મહિમા […]

read more
United Kingdom gambling site click here