Archive for January, 2010

એક દિન આવશે સ્વામી મારા

Tuesday, January 26th, 2010

આશા અમર છે એમ કહેવાયું છે. શબરીની તપશ્ચર્યા કદાચ એનું અમર ઉદાહરણ છે. શબરીને પોતાના ગુરુના વચનોમાં દૃઢ વિશ્વાસ હતો. એના ગુરુ, મતંગ મુનિએ એને કહેલું કે આ કુટિયા પર એક દિવસ ભગવાન રામ તને દર્શન આપવા જરૂર આવશે. મતંગ મુનિના દેહત્યાગ પછી પણ એમના વચનોમાં અડગ શ્રદ્ધા રાખી એ રોજ ભગવાન રામના આગમનની રાહ [...]

અમે ધારી નહોતી

Thursday, January 21st, 2010

આમ તો એક વ્યક્તિની નજર અનેક વ્યક્તિઓને અનેકવાર મળી ચુકી હોય છે. પણ કોઈ એકાદના હૈયામાં જ એ કટારની માફક ભોંકાય જાય છે અને એવી ચોટ કરી જાય છે, કે સામેવાળી વ્યક્તિનું હૈયું ઘાયલ થઈ જાય છે. અંગ્રેજીમાં જેને Love at first sight કહેવામાં આવે છે તેનું અમૃત ઘાયલે કરેલ નક્કાશીભરેલ વર્ણન માણીએ મનહર ઉધાસના [...]

ધીરે ધીરે

Thursday, January 14th, 2010

મકરસંક્રાતિના શુભ પર્વે સૌ વાચકમિત્રોને શુભેચ્છાઓ. Happy Kite Flying ! મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. આશા છે એ આપને પસંદ પડશે. જળ પર પડે પવનનાં પગલાંઓ ધીરે ધીરે, ખીલે પછી કમળનાં ચ્હેરાંઓ ધીરે ધીરે. કેવો હશે મધુર એ સંસ્પર્શનો અનુભવ, ગુંજે છે તાનમાં સહુ ભમરાઓ ધીરે ધીરે. સારસ ને હંસ યુગ્મો [...]

રામ તમે સીતાજીની તોલે ન આવો

Thursday, January 7th, 2010

પુરુષપ્રધાન સમાજમાં બધું પુરુષની નજરે જ જોવાય છે અને મૂલવાય છે. ભગવાન રામ પણ એ નજરે જ જોવાયા. એમના બધા જીવનપ્રસંગો સ્વીકારાયા પણ ધોબીના કહેવાથી એમણે સીતાનો ત્યાગ કર્યો એ વાત ઘણાંને કઠી. અહીં કવિ સીતા અને રામની તુલના કરે છે અને સિદ્ધ કરે છે કે રામ ભલે ભગવાન કહેવાયા પણ સીતાજીની તુલનામાં તો તેઓ [...]

રેતીના શહેરમાં

Friday, January 1st, 2010

મિત્રો, ઈશુના નવા વર્ષે આપ સૌને શુભેચ્છા. આજે મારી એક સ્વરચિત ગઝલ પ્રસ્તુત કરી રહ્યો છું. આશા છે એનું પઠન પણ આપને પસંદ પડશે. [Audio clip: view full post to listen] ચાલ, ઘર બનાવીએ રેતીના શહેરમાં, દરિયાને પાછો લાવીએ રેતીના શહેરમાં. મઝધારમાં ડૂબી ગયા શૈશવના કાફલા, શોધીને પાછાં લાવીએ રેતીના શહેરમાં. સૂમસામ છે રસ્તાંઓ, ભીંતો, [...]