Archive for December, 2009

મને પાણીની જેમ કોઈ સ્પર્શે

Monday, December 28th, 2009

લાગણીની ઝંખના માણસને હમેશા રહે છે. કોઈ પાણીની જેમ સ્પર્શે એ વાત જ કેટલી સંવેદનાથી ભરેલી છે. વીરુ પુરોહિતની આ લાગણીભીની રચના અધૂરા સંબંધોની સંવેદનાને ધાર કાઢી આપે છે. આપણા સંબંધ જાણે શીર્ષક વિનાની વારતા … કેટલું બધું કહી જાય છે. થોડા સમય પહેલાં આપણે માણેલી માધવ રામાનુજની રચના – પાસ પાસે તોયે કેટલાં જોજન [...]

લઘુકાવ્યો

Thursday, December 24th, 2009

ઓટલીની ધૂળ સાથે પ્રીતની ગાંઠો બાંધીને ઝૂંપડે હિલોળાતું અને લંગોટે લહેરાતું બાળક અને મખમલી તળાઈમાં આળોટી પ્લાસ્ટિકની બોટલમાંથી કૃત્રિમતા ચૂસ્યા કરતું, રોશની અને ઘોંઘાટમાં ગૂંગળાતું બાળક… બંને બાળક લગભગ સરખાં જ છે બંને હસે-રડે-શ્વસે-જીવે છે ફેર માત્ર એટલો જ છે કે પહેલું ગરીબ અને બીજું અમીર … ઓહ સોરી ! ભૂલ થઈ ગઈ !! પહેલું [...]

હું રસ્તે રઝળતી વાર્તા

Sunday, December 20th, 2009

જે દેશમાં નારીને નારાયણી કહી પૂજવામાં આવે તે જ દેશમાં નારીના દેહનો વ્યાપાર થાય છે તે કમનસીબી નથી શું ? પુરુષના સર્જનનું નિમિત્ત બનનાર સ્ત્રી પુરુષને હાથે જ બજારમાં લીલામ થાય એનાથી વધુ દુઃખદ વાત શું હોઈ શકે. એક નારીની વેદના વ્યક્ત કરતું આ ધારદાર અને દર્દીલું ગીત હૈયાને હચમચાવી જાય તેવું છે. સાંભળો લતા [...]

નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો

Wednesday, December 16th, 2009

શૂન્ય પાલનપુરીની એક અદભૂત રચના મનહર ઉધાસના સ્વરમાં. (આલ્બમ – અરમાન) ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધાં વગર પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર કાંસકીને જો કે એના તનનાં સો ચીરાં થયા, તો જ પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર. * નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો અલૌકિક પ્રણયની કદર કોણ [...]

ન લાવ તું

Saturday, December 12th, 2009

પ્રિય મિત્રો, આજે મારા સ્વરચિત મુક્તકો રજૂ કરું છું. આશા છે આપને એ ગમશે. આંખ મારી નમ ભલે પણ ઝળઝળાં ન લાવ તું, કંઠ રુંધેલો ભલે, પણ ગળગળાં ન લાવ તું, લાવવી હો તો લઈને આવ, વૈશાખી ક્ષણો, ભર વસંતે પાનખરનાં ખરખરાં ન લાવ તું. * શેર માટી ખોટ હો ત્યાં બાળપણ ન લાવ તું, [...]