હું નથી પૂછતો, ઓ સમય!

શૂન્ય પાલનપુરી મારા ગમતા શાયર. એમની ગઝલોમાં તત્વજ્ઞાન ડોકાય, એક ઊંડાણ જે વાચકને અચૂક સ્પર્શે. આજે એમની એક ગઝલ પ્રસ્તુત છે ..દર્દની લાગણીના ઘણા રૂપ છે … એ મારો મનગમતો શેર છે. જેના એક એક શેર પર દુબારા કહેવાનું મન થાય એવી આ સુંદર ગઝલને આજે માણીએ મનહર ઉધાસના કંઠે. [Audio clip: view full post […]

read more

ટેરવાનો સ્પર્શ

મિત્રો, ચાલો આજે માણીએ લાગણીમાં ઝબોળાયેલું ધ્રુવ ભટ્ટ રચિત એક મધુરું ગીત અમર ભટ્ટના સ્વરાંકનમાં. [Audio clip: view full post to listen] ચાલ સખી, પાંદડીમાં ઝાકળના ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ, ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ. વેદના તો અડીખમ ઉભો કંઠાર, જતાં આવતાં જુવાળ ભલે કોતરે; સુખ સાથે આપણો […]

read more

પાસેપાસે તો યે કેટલાં જોજન

સુખી અને પ્રસન્ન દાંપત્યજીવન સૌના નસીબમાં હોતું નથી. કેટલાક સંબંધો માત્ર ચાર ભીંત અને એક છતની નીચે રહેવા પૂરતાં જ સીમિત રહી જાય છે. પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ..માં એ કરુણતાને કેટલી કમનીયતાથી શાબ્દિક અભિવ્યક્તિ મળી છે. માણો માધવ રામાનુજ કૃત સુંદર અને કરુણ ગીત ભૂપિન્દર સિંઘ અને મિતાલી મુખર્જીના સ્વરમાં. [Audio clip: […]

read more

બને ખરું !

મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. આશા છે એનું પઠન પણ આપને ગમશે. [Audio clip: view full post to listen] અમથુંય ધારણાને છળવાનું બને ખરું, એકાદ શક્યતાને ચણવાનું બને ખરું. જેની કદી કરી ન હો જીવનમાં કલ્પના, મૃગજળ મહીંય કો’દિ તરવાનું બને ખરું. સ્થાપિત યુગો યુગોના રસમો રીતિ રિવાજ, તોડી, ધનુષ વિનાયે […]

read more

ક્ષમા કરી દે !

આજે માણો શૂન્ય પાલનપુરીની એક લાંબી બહેરની ગઝલ મનહર ઉધાસના સ્વરમાં. [Audio clip: view full post to listen] તોફાનને દઈને અણછાજતી મહત્તા, તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે ! હોડીનું એક રમકડું, તુટ્યું તો થઇ ગયું શું ? મોજાંની બાળહઠ છે, સાગર ! ક્ષમા કરી દે ! હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ […]

read more

કહેવાય નહીં

આજે રમેશ પારેખની એક સદાબહાર ગઝલ સોલી કાપડીયાના સ્વરમાં. [Audio clip: view full post to listen] આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં ઘરને ઘર કહીએ તો આ ઘર એક […]

read more

કૃષ્ણ સુદામાની જોડી

આર્થિક અસમાનતા મિત્રતામાં આડે આવે છે ખરી ? આ પ્રશ્ન જ્યારે પણ પૂછાય છે ત્યારે કૃષ્ણ અને સુદામાની મૈત્રીનું ઉદાહરણ અવશ્ય અપાય છે. સાંદિપની ઋષિ પાસે ભગવાન કૃષ્ણ જ્યારે શિક્ષા લેવા ગયા ત્યારે સુદામા તેમના સહાધ્યાયી બનેલા. આશ્રમમાં તો બધા છાત્ર સરખા પરંતુ સમય જતાં ભગવાન કૃષ્ણ ઐશ્વર્યના સ્વામી બની દ્વારિકાના રાજમહેલમાં મહાલે છે તો […]

read more

તને ગમે તે મને ગમે

મિત્રો, આજે સાંભળીએ પ્રણયની મધુરી પળોનું સુંદર આલેખન કરતી વિનોદ જોષીની એક મધુરી કૃતિ સુરેશ વાડકરના સ્વરમાં. [Audio clip: view full post to listen] તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને ? એક વાત તું મને ગમે તે, મને જ પૂછી જો ને તું ઝાકળના ટીંપા વચ્ચે પરોઢ થઇ શરમાતી, હું  કુંપળથી […]

read more
United Kingdom gambling site click here